Post Office- હવે ખાતામાંથી રકમ ઉપાડવાનું કામ બન્યું વધુ સરળ, જાણો શું પ્રોસેસ કરવી પડશે

પ્રતીકાત્મક તસવીર

Post Office account withdrawal rules: ભારતીય પૉસ્ટ વિભાગ તરફથી પોસ્ટ ઑફિસ એકાઉન્ટમાંથી રકમ ઉપાડવાનું કામ વધુ સરળ બનાવી દેવાયું છે. સીનિયર સિટીઝન્સને તેનાથી ખૂબ ફાયદો થશે.

  • Share this:
    નવી દિલ્હી: પોસ્ટ ઑફિસ એકાઉન્ટ (Post office account)માંથી રૂપિયા ઉપાડવાનું હવે વધુ સરળ બની ગયું છે. પોસ્ટ ઑફિસમાં વધારે ઉંમર કે અન્ય કોઈ કારણે રૂબરૂ જઈને પૈસા ઉપાડવામાં મુશ્કેલી અનુભવતા સીનિયર સિટીઝન્સ (Senior Citizens) માટે નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. સીનિયર સિટીઝનને હવે કોઈ પણ અધિકૃત વ્યક્તિ મારફતે પૈસા ઉપાડવાની કે એકાઉન્ટ બંધ કરવાની છૂટ મળશે. જોકે, ખાતા ધારકની રકમની સુરક્ષા માટે ડિપાર્ટમેન્ટ ઑફ પોસ્ટ (Department of Post) તરફથી પોસ્ટ ઑફિસ (Post Office) અને એકાઉન્ટ હૉલ્ડર્સ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

    ફૉર્મ-12માં અરજી આપવાની રહેશે

    પોસ્ટ ઑફિસમાં એકાઉન્ટ ધારકે સંબંધિત પોસ્ટ માસ્ટરને ફૉર્મ-12માં એક અરજી કરવાની રહેશે. આ માટે એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા, લોન તેમજ એકાઉન્ટ બંધ કરવા માટે કોઈ વ્યક્તિને અધિકૃત કરી શકાય છે. અધિકૃત કરવામાં આવનાર વ્યક્તિના હસ્તાક્ષરની એકાઉન્ટ હોલ્ડર ખરાઈ કરશે. જો જોઈન્ટ એકાઉન્ટ હોય તો બંનેમાંથી કોઈ એક વ્યક્તિની સહી ચાલી શકે છે. આ માટે શરત એટલી છે કે અધિકૃત વ્યક્તિ પોસ્ટ ઑફિસનો કર્મચારી કે પછી કોઈ એજન્ટ ન હોવો જોઈએ.

    દસ્તાવેજની પુષ્ટિ કરવામાં આવશે

    એકાઉન્ટ ધારકે અધિકૃત વ્યક્તિને પોતે ખરાઈ કરેલું ઓળખપત્ર અને સરનામાના પ્રમાણની કૉપી પણ આપવી પડશે. અધિકૃત વ્યક્તિ મારફતે રકમ ઉપાડ કે અન્ય કોઈ કામ કરતા પહેલા દસ્તાવેજની પુષ્ટિ કરવામાં આવશે.

    પોસ્ટ ઑફિસમાં બની શકે છે પાસપોર્ટ (Passport)

    પોસ્ટ ઑફિસ તરફથી તાજેતરમાં એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેનો લાભ ઉઠાવીને તમે પાસપોર્ટ બનાવી શકો છો. પોસ્ટ ઑફિસમાંથી જ પાસપોર્ટ માટે અરજી કરી શકાય છે. આ માટે પોસ્ટ ઑફિસના કૉમન સર્વિસ સેન્ટર (CSS) કાઉન્ટર પર જવું પડશે અને નોંધણી કરાવી શકો છો.

    Income Tax રિટર્ન પણ ફાઇલ કરી શકાશે

    ઇન્કમટેક્સ રિટર્ન (Income Tax return) ફાઇલ કરતા લોકો માટે સારા સમાચાર છે. હવે આઈટી રિપોર્ટ ફાઇલ કરવું વધારે સરળ બનશે. કારણ કે ભારતીય પોસ્ટ (Post Office)માં પણ તમને આ સુવિધા મળશે. એટલે કે તમને તમારી નજીકની પોસ્ટ ઑફિસમાં કૉમન સર્વિસ સેન્ટર કાઉન્ટર (Post Office, CSC) પર પણ આઈટીઆર ફાઇલ કરવાની સુવિધા મળશે. આ અંગે ખુદ ઇન્ડિયા પોસ્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર દેશના લાખો પગારદાર વર્ગ માટે રાહતના સમાચાર છે. ઇન્ડિયા પોસ્ટના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર કહેવામાં આવ્યું છે કે, હવે તમારે તમારું આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે વધારે દૂર જવાની જરૂર નથી. કારણ કે તમારા નજીકની પોસ્ટ ઑફિસના CSC કાઉન્ટર પર તમારું આઈટીઆર ફાઇલ કરી શકો છો. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: