Stock Market : આજે માર્કેટમાં મોટા ઘટાડાની શક્યતા, વૈશ્વિક બજારોની પરિસ્થિતી કરશે અસર
Stock Market : આજે માર્કેટમાં મોટા ઘટાડાની શક્યતા, વૈશ્વિક બજારોની પરિસ્થિતી કરશે અસર
આજે વૈશ્વિક બજારોમાં મંદીનો માહોલ
ગઇકાલના સત્રમાં સેન્સેક્સ (Sensex) 87 પોઈન્ટ ઘટીને 54,395 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી (Nifty) 4.6 પોઈન્ટ ઘટીને 16,216 પર બંધ રહ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજે વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પડશે.
ભારતીય શેરબજારમાં (Indian Stock Market) હાલમાં ઉથલ-પાથલ ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી માર્કેટનો અંદાજો લગાવવો લગભગ અશક્ય બન્યો છે. આજે એટલે કે મંગળવારે સતત બીજા દિવસે ઘટાડાની શક્યતા છે. છેલ્લા સત્રમાં એટલે કે સોમવારે બજાર મામૂલી ઘટાડા પર બંધ થયું હતું, પરંતુ આજે નિષ્ણાતો મોટા નુકસાનનું અનુમાન લગાવી રહ્યા છે.
કેવું રહ્યુ છેલ્લું સત્ર
ગઇકાલના સત્રમાં સેન્સેક્સ (Sensex) 87 પોઈન્ટ ઘટીને 54,395 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી (Nifty) 4.6 પોઈન્ટ ઘટીને 16,216 પર બંધ રહ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજે વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પડશે.
આ સ્ટોક્સ પર આજે રહેશે નજર
Bank of Baroda
HFCL Ltd
Spandana Sphoorty Financial Ltd
SpiceJet Ltd
City Union Bank Ltd
State Bank of India
Suryoday Small Finance Bank Ltd
Bajaj Hindusthan Sugar Ltd
Techno Electric & Engineering Company Ltd
આ કંપનીઓ આજે તેમના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.
HCL Technologies Ltd
Anand Rathi Wealth Ltd
Delta Corp Ltd
Sterling and Wilson Renewable Energy Ltd
અમેરિકાના બજારોમાં આ સપ્તાહની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે. બજાર સંભવિત મંદીના ભયનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ સપ્તાહે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની ચિંતા પણ છે. આ જ કારણ છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ નાસ્ડેકમાં 2.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં ઘટાડાની અસર યુરોપિયન બજારો પર પણ પડી હતી અને તમામ મુખ્ય શેરબજારો તૂટ્યા હતા. અગાઉના સત્રમાં, જર્મનીના સ્ટોક એક્સચેન્જે 1.40 ટકાની ખોટ દર્શાવી હતી, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.61 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન લંડન સ્ટોક એક્સચેન્જમાં કોઈ ફેરફાર થયો ન હતો.
એશિયાના મોટાભાગના શેરબજારોમાં આજે સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગાપોરનું સ્ટોક એક્સચેન્જ 0.66 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે જાપાનનું નિક્કી 1.68 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. આ સિવાય તાઈવાનના શેરબજારમાં 1.59 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાના માર્કેટમાં 1.21 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં પણ 0.24 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર