Home /News /business /Video: ચાલુ સ્કૂટરમાં આગ લાગી, આસપાસના લોકો ભેગા થયાં અને...
Video: ચાલુ સ્કૂટરમાં આગ લાગી, આસપાસના લોકો ભેગા થયાં અને...
લોકોએ ભેગાં મળીને સ્કૂટરમાં લાગેલી આગ બુઝાવી હતી
IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જ્યારે સ્કૂટરમાં આગ લાગી ત્યારે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો ઓનલાઈન પોસ્ટ થયાના માત્ર એક કલાકમાં જ 4,000 વ્યૂઝ મેળવી ચૂક્યો છે.
નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો હોય છે. પરંતુ ક્યારેક એવો વીડિયો પણ વાયરલ થઈ જાય છે કે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય. આવો જ એક વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે સ્કૂટરમાં આગ લાગે છે ત્યારે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો ઓનલાઈન પોસ્ટ થયાના માત્ર એક કલાકમાં જ 4,000 વ્યૂઝ મેળવી ચૂક્યો છે.
એક વ્યક્તિ ફાયર-એક્સટિંગશર લઈને આવે છે
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક કપલ સ્કૂટર પર આવી રહ્યું છે. મહિલા સ્કૂટર પરથી ઉતરતાની સાથે જ તેમાં આગ લાગી હતી. આ જોતા જ મહિલા તેના પાર્ટનરને આ વિશે જાણ કરે છે. જેવી તે વ્યક્તિ ગાડીમાં લાગેલી આગને જુએ છે કે તે ડરી જાય છે અને ગભરાઈ જાય છે. તે વ્યક્તિ અમુક રીતે આગ ઓલવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ થોડીવારમાં આસપાસના લોકો આગ બુઝાવવા અને વ્યક્તિને મદદ કરવા દોડી આવ્યા હતા. આગ બુઝાવવા માટે કેટલાક લોકો કાર પર પાણી ફેંકવાનું શરૂ કરે છે પછી એક વ્યક્તિ ફાયર-એક્શટિંગ્શર સાથે આવે છે.
વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી છે. તેમાંથી મોટાભાગની ટિપ્પણીઓ ફાયર-એક્શટિંગશર લઈને આવેલી વ્યક્તિ માટે છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, 'મને લાગે છે કે આ પહેલો વીડિયો છે જેમાં કોઈ ભારતીય સમસ્યાને ઉકેલવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કર્યો છે.’ તો વળી અન્ય એક યુઝરે લખ્યું છે કે, 'આગ બુઝાવનારો છોકરો’. હંમેશા એવું માનવામાં આવે છે કે, કોઈપણ અકસ્માતની શરૂઆતની થોડી મિનિટો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.
નંદાએ ટ્વિટર પર વધુ એક ફની પોસ્ટ શેર કરી છે. પોસ્ટના વીડિયોમાં એક રીંછને ઓવરહેડ ટાંકીની વાઇન્ડિંગ સીડીઓ પર ચડતા જોઈ શકાય છે. જેમ કેમેરાનો ખૂણો ઉપર જાય છે તો આપણે જોઈએ છીએ કે બીજું રીંછ પહેલેથી જ ટોચ પર છે અને મધમાખીના મધપૂડા સુધી પહોંચી ગયું છે. મધમાખીઓના ગુસ્સે ભરાયેલા ટોળા વચ્ચે રીંછ મધપૂડોનો ટુકડો પકડવાનો પ્રયાસ કરે છે અને તેમાં તે સફળ થાય છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર