Home /News /business /

Stock Market : આજે શેરબજારમાં તેજીનો માહોલ, આ શેરોમાં રહેશે સૌથી વધુ એક્શન

Stock Market : આજે શેરબજારમાં તેજીનો માહોલ, આ શેરોમાં રહેશે સૌથી વધુ એક્શન

સ્ટોક માર્કેટમાં આજે તેજીના સંકેત

એક્સપર્ટ્સનું માનવું છે કે આજે બજાર પોઝિટિવ મૂડમાં જોવા મળશે અને રોકાણકારો શેર ખરીદવા તરફ આગળ વધશે. જો આ અઠવાડિયે બજારમાં તેજી રહેશે તો શેરબજારમાં મોટો સુધાર આવી શકે છે. આજે અમે તમારા માટે એ શેર લઇને આવ્યા છીએ જેમાં આજે તેજીના સંકેત છે. 

વધુ જુઓ ...
    સોમવારે ભારતીય શેરબજાર (Indian Stock Market) લીલા નિશાન પર બંધ થયુ હતુ જો આંકડાઓની વાત કરીએ તો SENSEX 51,597.84 પર અને NIFTY50 15,350.15 પર બંધ થઇ હતી. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઇ ચૂક્યા છે. તેવામાં આજે એટલે કે મંગળવારે બજારમાં તેજીનો અંદાજો છે.

    એક્સપર્ટ્સનું માનવું છે કે આજે બજાર પોઝિટિવ મૂડમાં જોવા મળશે અને રોકાણકારો શેર ખરીદવા તરફ આગળ વધશે. જો આ અઠવાડિયે બજારમાં તેજી રહેશે તો શેરબજારમાં મોટો સુધાર આવી શકે છે. આજે અમે તમારા માટે એ શેર લઇને આવ્યા છીએ જેમાં આજે તેજીના સંકેત છે.

    આ શેરોમાં ઉછાળાની શક્યતા


    જે શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે તેમાં કોહિનૂર ફૂડ્સ, ચેવિઓટ કંપની અને KPI ગ્રીન એનર્જીનો સમાવેશ થાય છે. આ શેરોએ તેમની 52 સપ્તાહની ઊંચી સપાટીને પાર કરી છે.

    આ પણ વાંચો - ક્રૂડ ઓઇલની કિંમતમાં 1 ટકાનો વધારો, અહીં ચેક કરો ગુજરાતમાં આજે કેટલી કિંમત

    આ શેરોમાં મંદીના સંકેત


    MACD એ રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા, ટ્રેન્ટ, માઇન્ડટ્રી, સીસીએલ પ્રોડક્ટ્સ, થર્મેક્સ અને ઇન્ડિયા સિમેન્ટ્સના શેરમાં મંદીનો સંકેત આપ્યો છે. એટલે કે હવે આ શેરોમાં ઘટાડો થવા લાગ્યો છે.

    અમેરિકા અને યુરોપના બજારોમાં પણ તેજી


    અમેરિકાના બજારમાં સુધારો જોવા મળ્યો છે અને બજાર ધીમે ધીમે પોઝિટિવ મૂડમાં આવી રહ્યુ છે. અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ NASDAQએ ગત કારોબારી સત્રમાં 1.43 ટકા તેજી નોંધાવી છે. આ સાથે જ યુરોપનું સ્ટોક એક્સચેન્જ પણ લીલા નિશાન સાથે બંધ થયું હતુ. યુરોપનું મહત્વનું શેરબજાર જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પણ ગતરોજ 1.06 ટકા વધારા સાથે બંધ થયું હતુ.

    આ પણ વાંચો -આ સરકારી સ્કીમમાં 2 રૂપિયાનું રોકાણ કરી 36,000 રૂપિયાનું પેન્શન મેળવો, અહીં જાણો વિગત

    એશિયાના બજારોમાં પણ તેજી


    એશિયાના મોટેભાગના બજારો આજે તેજી સાથે ખુલ્યા છે. સિંગાપુરનું સ્ટોક એક્સચેન્જ, જાપાનનું નિક્કેઇ, હોંગકોંગનું શેરબજાર તમામમાં આજે ઉછાળો નોંધાયો છે. આ સિવાય દક્ષિણ કોરિયાનું કોસ્પી પણ 0.10 ટકાના વધારા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.

    (Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો કૃપા કરીને પહેલા કોઈ પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા દ્વારા થતા કોઈપણ નફા કે નુકસાન માટે News18 જવાબદાર રહેશે નહીં.)
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, Invest in share market, Share bazar, Share market

    આગામી સમાચાર