Home /News /business /Stock Market Today Update: સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળીને ખુલ્યો, જ્યારે નિફ્ટીએ 17400 આસપાસ

Stock Market Today Update: સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળીને ખુલ્યો, જ્યારે નિફ્ટીએ 17400 આસપાસ

શેરબજારમાં આજે તેજી જોવા મળી શકે.

BSE Sensex Today's Prediction: દશેરાની રજા પછી આજે ખુલી રહેલા ભારતીય બાજરોને વૈશ્વિક બજારોના પોઝિટિવ સેન્ટિમેન્ટનો ટેકો મળશે. એશિયન માર્કેટ્સ પણ આજે તેજીમાં કામ કરી રહ્યા છે ત્યારે ભારતીય રોકાણકારો પણ પોઝિટિવ સેન્ટિમેન્ટમાં જોવા મળી શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ આજે એશિયન માર્કેટના સમર્થનથી ભારતીય બજારો પણ પોઝિટિવ નોટ  પર ખુલ્યા છે. શેરબજારમાં મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 300 પોઈન્ટ ઉછળીને 58,365 પર ખુલ્યો છે. જ્યારે તેનો છેલ્લા કારોબારી સેશનનો બંધ ભાવ 58,065 હતો. તેવી જ રીતે નિફ્ટી 50 104.95 પોઇન્ટ ઉછળીને ખુલી છે. નિફ્ટીનો છેલ્લા કામકાજના સેશન 4 ઓક્ટોબરના રોજ બંધ ભાવ 17,274.30 ગતો.

  વૈશ્વિક પોઝિટિવ સમર્થનને પગલે ભારતીય શેરબજારે પોતાના પાછલા ટ્રેડિંગ સત્ર એટલે કે 4 ઓક્ટોબરના રોજ તેની પહેલાના કામકાજના દિવસના તમામ નુકસાનની ભરપાઈ કરી હતી. આ દરમિયાન તમામ સેક્ટરમાં તેજી સાથે શેરબજારમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આ જ ચાલ આજે પણ જોવા મળી શકે છે. એશિયન બજારો અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેત યથાવત રહેતા આજે પણ તેજી જોવા મળી શકે છે. છેલ્લા કામકાજના સેશનમાં BSE સેન્સેક્સ 1,277 પોઈન્ટ અથવા 2.25 ટકા વધીને 58,065 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 50 387 પોઈન્ટ વધીને 17,274 પર પહોંચી હતી અને દૈનિક ચાર્ટ પર બુલિશ કેન્ડલ બનાવી હતી.

  આજે બજારમાં બુલ અને બેરની લડાઈ દેખાશે


  હવે દશેરા પછી આજે ખુલી રહેલા શેરબજારની વાત કરીએ તો એશિયન બજારોના ટેકાથી આજે પણ શેરબજાર તેજીના ચમકારા સાથે ખુલી શકે છે. જેના કારણે આજે ભારતીય રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે. જોકે, અમેરિકા અને યુરોપના શેરબજારોમાં જોવા મળેલા મંદીના આંકડા દર્શાવે છે કે આજે પણ ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. નિષ્ણાતો માને છે કે 26 સપ્ટેમ્બરનો અગાઉનો ઓપનિંગ ગેપ મંગળવારે 17,290ના સ્તરે ભરાઈ ગયો છે. આ એક સકારાત્મક સંકેત છે. નિફ્ટી નજીકના ભવિષ્યમાં 18,000ની સપાટી તરફ આગળ વધી શકે છે.

  આ પણ વાંચોઃ ભંગાર એટલે સોનું, આ બિઝનેસથી તમે પણ શુભમ કુમારની જેમ કરોડો કમાઈ શકો

  અમેરિકન અને યુરોપિયન બજારો ખરાબ સ્થિતિમાં


  અમેરિકા અને યુરોપમાં આર્થિક મંદીના ભયને કારણે વૈશ્વિક બજારોમાં અસ્થિરતા યથાવત છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તમામ મોટા યુએસ શેરબજારો ખોટમાં હતા. S&P 500 0.20% ઘટ્યો, જ્યારે NASDAQ 0.25% ઘટ્યો છે. બીજી તરફ યુરોપિયન માર્કેટમાં પણ આ જ સ્થિતિ હતી. યુરોપના મુખ્ય શેરબજારમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ DAX 1.21 ટકા ઘટ્યું હતું, જ્યારે ફ્રાન્સનું શેરબજાર CAC 0.90 ટકા ઘટીને બંધ થયું હતું. આ સિવાય લંડનનું સ્ટોક એક્સચેન્જ FTSE 0.48 ટકાના ઘટાડા સાથે બંધ થયું.

  શું છે એશિયન બજારોની સ્થિતિ?


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે 0.40 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.81 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 0.37 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે. આ સિવાય દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.90 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એશિયન બજારોના ટેકાથી ભારતીય શેરબજાર પણ આજે પોઝીટીવ નોટ સાથે ખુલશે તેવું નિષ્ણાતોનું માનવું છે.

   આ પણ વાંચોઃ નિફ્ટીએ બુલિશ કેન્ડલ બનાવી, જો 17300ની બાધા પાર કરશે તો રોકેટની જેમ ઉડશે

  આજે આ શેરો પર નજર રહેશે


  ભારતીય શેરબજારમાં આજે પણ ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. તેમ છતાં, એવા ઘણા શેરો છે, જ્યાં રોકાણકારો દાવ લગાવીને કમાણી કરી શકે છે. આવા સ્ટોકને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે. HDFC, REC, Abbott India, Mphasis અને ICICI બેંક જેવી કંપનીઓ આજના બિઝનેસમાં હાઈ ડિલિવરી પર્સન્ટેજ ધરાવતા સ્ટોકમાં સામેલ છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share bazar, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन