Positive story: લોકડાઉનમાં છૂટી ગયું કામ, દેવું કરી સ્માર્ટફોન લીધો, શ્રમિક યુવક યુટ્યૂબ વીડિયોથી કમાય છે લાખો રૂપિયા

મસક મુંડાની ફાઈલ તસવીર ઇન સાઈડ યુટ્યૂબ વીડિયો પરથી તસવીર

Isak munda YouTuber: ઇસક મુંડાને કોરોના વાયરસમાં કામ ઠપ થતાં તે પોતાના મિત્રના સ્માર્ટફોનમાં યુટ્યૂબ વીડિયો જોયા કરતો હતો. તેનાથી પ્રભાવિત થઈને એક દિવસ તેણે પોતાની યુટ્યીબ ચેન ખોલવાનો નિર્ણય કર્યો અને પોતે ખાવાનું ખાતો વીડિયો પોસ્ટ કરવા લાગ્યો હતો.

 • Share this:
  ઓડિશાઃ કોરોના વાયરસના (coronavirus) કારણે લોકડાઉનના (lockdown) પગલે હજારો લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે ત્યારે ઓડિશાના (Odisha) એક મજૂર યુવકે પણ પોતાની નોકરી ગુમાવી હતી. જોકે, મજૂરથી યૂટ્યૂબર (Labor to YouTuber boy story) બનેલા આ યુવકની કહાની લોકોને પ્રોત્સાહન આપે એવી છે. મજૂરની એક કોશિશ કેવી રીતે આખી જિંદગી બદલી શકે છે એ જણાવે છે. આદિવાસી સમાજથી (Tribal society) આવતા આ યુવક Isak Munda ઓડિશાના સંબલપુર જિલ્લાના બાબૂપાલી ગામનો રહેવાશી છે. અહીં મજૂરી કરતા રોજી રોટી કમાતો હતો. પરંતુ કોરોના વાયરસના કારણે લોકડાઉન થતા કામકાજ રોકાઈ ગયું હતું. આર્થિક સ્થિતિ પણ સારી ન્હોતી.

  આ સમયે તે એક મિત્રના ફોનમાં યુટ્યૂબ વીડિયો જોયા કરતો હતો. તેનાથી પ્રભાવિત થઈને એક દિવસ તેણે પોતાની યુટ્યીબ ચેન ખોલવાનો નિર્ણય કર્યો અને પોતે ખાવાનું ખાતો વીડિયો પોસ્ટ કરવા લાગ્યો હતો.

  ત્યારબાદ મુંડાએ ક્યારે પણ પાછું વળીને જોયું નથી. તેઓ હવે મહિનામાં એક લાખ રૂપિયાથી વધારે કમાય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મુંડા એક મજૂર હતો જે વર્ષ 2020માં લોકડાઉન દરમિયા પોતાના મિત્રના મોબાઈલમાં યુટ્યૂબ વીડિયો જોયા કરતો હતો.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  તેને આ વીડિયો ખુબ જ પ્રેરણા આપી હતી. તેણે યુટ્યૂબ ચેનલ ખોલવાનું નક્કી કર્યું અને નાના ફોનથી મદદ લઈને વીડિયો બનાવવાનું ચાલું કર્યું હતું. અને ચેનલ ઉપર અપલોડ કરવા લાગ્યો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

  મુંડાએ પોતાનો પહેલો વીડિયો માર્ચ 2020માં બનાવ્યો હતો. જે ખુબ જ સરલ હતો. જેમાં તે ટામેટું, લીલું મરચું અને સાથે ચાવલ અને શાક ખાતો દેખાય છે. જેણે આ અંગે ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું હતું કે, મેં પોતાનો પહેલો સ્માર્ટફોન ખરીદવા માટે ત્રણ હજાર રૂપિયાની લોન લીધી હતી.

  આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

  જેથી કરીને હું વીડિયો બનાવી શકું. હું મારા નાના ઘર અને ગામમાં જીવનનો વીડિયો બનાવ્યો હતો. જેમાં જોઈ શકાય કે અમે શું કરીએ છીએ અને શું ખાઈએ છીએ એ અંગે વીડિયોમાં જણાવું છું. મને ખુશી છે કે મારા કામને અનેક લોકોએ પસંદ કર્યું અને હું સારું કમાઈ લઉં છું.  પહેલા વીડિયોના ત્રણ મહિના બાદ એટલે કે જૂમાં મુંડાના બેન્ક એકાઉન્ટમાં 37 હજાર રૂપિયા આવ્યા હતા. ત્યારબાદ તેમણે 5 લાખ રૂપિયા મળ્યા હતા. અને તે હજી પણ ચાલું છે.
  Published by:ankit patel
  First published: