Home /News /business /

Positive Story: 650 મહિલાઓએ ઉભી કરી બટાકાની ચિપ્સ કંપની, 6 મહિનામાં આ રીતે બનાવી ઓળખ

Positive Story: 650 મહિલાઓએ ઉભી કરી બટાકાની ચિપ્સ કંપની, 6 મહિનામાં આ રીતે બનાવી ઓળખ

મહિલાઓએ બનાવી બટાકા વેફરની કંપની

Positive Story: ફિરોઝાબાદ (firozabad) માં અત્યાર સુધી બટાકાની ચિપ્સ બનાવવાની કોઈ ફેક્ટરી (potato chips company) નહોતી, પરંતુ હવે તેની પોતાની સ્થાનિક આર્ક ચિપ્સ ફેક્ટરી (arch Chips Company) છે. આ મહિલાઓ સ્વ-સહાય જૂથની છે અને ખાસ વાત એ છે કે, તેમાંથી કોઈને પણ બિઝનેસ કરવાનો કોઈ અનુભવ નથી

વધુ જુઓ ...
    ફિરોઝાબાદ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ફિરોઝાબાદ શહેરમાં 650 મહિલાઓએ પોટેટો ચિપ્સ બનાવતી કંપની બનાવી છે. 'આર્ક ચિપ્સ' (Arch Chips) નામની આ કંપની એવી પ્રથમ કંપની છે જેમાં તમામ દસ ડિરેક્ટરો અને 650 શેરધારકો છે અને તે તમામ મહિલાઓ (Womens) છે. તમને જણાવી દઈએ કે ફિરોઝાબાદ (Firozabad) માં બટાકાનું ઘણું ઉત્પાદન થાય છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, જિલ્લામાં દર વર્ષે લગભગ 1.40 કરોડ ક્વિન્ટલ બટાકાનું ઉત્પાદન થાય છે.

    ફિરોઝાબાદમાં અત્યાર સુધી બટાકાની ચિપ્સ બનાવવાની કોઈ ફેક્ટરી (potato chips company) નહોતી, પરંતુ હવે તેની પોતાની સ્થાનિક ચિપ્સ ફેક્ટરી છે. અને આ 650 મહિલાઓએ મળીને બનાવી છે. શિકોહાબાદ (Shikohabad) વિસ્તારમાં 'આર્ક ચિપ્સ' (Arch Chips Factory) ફેક્ટરી આવેલી છે. તેમાં 10 ડિરેક્ટર અને 650 શેરધારકો છે અને તે તમામ મહિલાઓ છે. આ મહિલાઓ સ્વ-સહાય જૂથની છે અને ખાસ વાત એ છે કે, તેમાંથી કોઈને પણ બિઝનેસ કરવાનો કોઈ અનુભવ નથી. આ સિવાય આમાંથી માત્ર થોડી જ મહિલાઓએ શાળાની બહારનો અભ્યાસ કર્યો છે. કંપની 'આર્ક ચિપ્સ' હાલમાં સોલ્ટી, ટેંગો ટામેટા અને ઓનિયન ફ્લેવર્ડ ચિપ્સ બનાવી રહી છે.

    650 મહિલાઓએ આ રીતે 'આર્ક ચિપ્સ' કંપની સ્થાપી

    ગયા વર્ષે એપ્રિલમાં, દરેક મહિલાએ ફેક્ટરી સ્થાપવા માટે 3,000 રૂપિયાનું યોગદાન આપ્યું હતું. જ્યારે ડિરેક્ટરોએ બેંક પાસેથી વધારાની લોન લીધી હતી. બટાકાની ચિપ્સનું પહેલું પેકેટ નવેમ્બર 2021માં તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ કંપનીએ છ લાખ પેકેટ તૈયાર કર્યા છે. 32 વર્ષીય સાધના યાદવ, કંપનીના ડાયરેક્ટરોમાંના એક, કહે છે, “જે લોકો પહેલા અમારી મજાક ઉડાવતા હતા, આજે તેઓ અમને સન્માનની નજરે જુએ છે. એ જ લોકો કહે છે કે, જુઓ મહિલાઓએ શું કમાલ કરી દીધી છે.

    આ પણ વાંચોSuccess Story : શાકની લારી પર શાકભાજી વેચતી હતી અંકિતા, હવે બની ગઈ સિવિલ જજ

    ફિરોઝાબાદના મુખ્ય વિકાસ અધિકારીએ કર્યા વખાણ

    ફિરોઝાબાદના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર ચિચિત ગૌરે જણાવ્યું હતું કે, “સ્વ-સહાય જૂથો દ્વારા બનાવવામાં આવતી ચિપ્સ પારદર્શક પેકેટમાં ઉપલબ્ધ ચિપ્સ હોવાનું માનવામાં આવે છે, પરંતુ આર્ક ચિપ્સે આ ધારણાને તોડી નાખી. આ ચિપ્સ સ્વાદ અને પેકેજિંગની દ્રષ્ટિએ ઘણી મોટી બ્રાન્ડ્સ કરતાં પણ સારી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business idea, Business Ideas, Business news, Business news in gujarati, Firozabad, Low cost Business Idea, New business idea, Positive story, Success story, ​​Uttar Pradesh News

    આગામી સમાચાર