Home /News /business /એક સમયે પરિવારના સભ્યો પણ મારતા હતા ટોણા, આજે સોશિયલ મીડિયામાં ચમકી પૂનમ
એક સમયે પરિવારના સભ્યો પણ મારતા હતા ટોણા, આજે સોશિયલ મીડિયામાં ચમકી પૂનમ
સંઘર્ષે ચમકાવ્યો પૂનમનો ચાંદ
પૂનમે કહ્યું કે દુનિયા ભલે ગમે તે કહે, પરંતુ તેના સાસરિયા અને પતિ તેની સાથે હતા, તેથી તે લોકોની પરવા કર્યા વિના વીડિયો બનાવતી રહી હતી. આજે તેના કારણે, સોશિયલ મીડિયાથી દર મહિને 50 હજારથી 1 લાખ રૂપિયાની આવક છે.
બાડમેર: એવું જરૂરી નથી કે તમે કંઈક નવું કરો તો લોકો તમને સાથ આપશે. ઘણી વખત તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાને બદલે તમારા પરિવારના સભ્યો તમને ઠપકો આપવા લાગે છે. તે તમારા પર નિર્ભર છે કે, તમે તમારા કામને કેટલા વળગી રહો છો. આવું જ કાંઈક થયું પૂનમ રાજસ્થાની સાથે, જે માત્ર બાડમેર બોર્ડર જ નહીં, પરંતુ સમગ્ર રાજસ્થાનમાં સોશિયલ સેલિબ્રિટી બની ગઈ છે.
આજે પૂનમ પાસે પ્રસિદ્ધિ અને સંપત્તિ છે, પરંતુ એક સમય હતો જ્યારે તેને સમાજ પાસેથી સારી અને ખરાબ વાતો સાંભળવા મળતી હતી. ટિક-ટોક પર પહેલીવાર વિડિયો અપલોડ કરવા પર, પૂનમના ભાઈઓએ તેને ખૂબ ટોણો માર્યો અને મા સન્માનની વાત કરીને તે કરવાની ના પાડી હતી, પરંતુ પૂનમ પોતાના શોખ પર અડગ રહી હતી. માત્ર એક મહિનામાં પૂનમના ટિક-ટોક પર 3 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે. ટિકટોક બંધ થયા પછી, તેણી તેના ખેતરમાં ખેતીમાં લાગી ગઈ હતી. આ પછી કોઈએ તેને ફરીથી યુટ્યુબ અને ફેસબુક પર એકાઉન્ટ બનાવવાની સલાહ આપી અને આ રીતે તેણે આ બંને સાઈટ પર પોતાની દેશી કોમેડીનો વીડિયો અપલોડ કરવાનું શરૂ કરી દીધું હતું. આ બાદ, તેમને અહીંના લોકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો હતો.
" isDesktop="true" id="1362859" >
તેના પતિ કિશન સિંહ અને બાળકોના વીડિયો જોઈને તેના લાખો ફોલોઅર્સ બની ગયા હતા. આજે પૂનમના ફેસબુક પર 10 લાખથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પણ તેના એટલા જ ફોલોઅર્સ છે. પૂનમના મામાનું ઘર જેસલમેરનું તેજમલતા ગામ છે અને તેના સાસરિયાં બાડમેરનું ખારા ગામ છે. તે તેના ઘર, પરિવાર અને ખેતરમાં કોમેડી વીડિયો બનાવે છે અને અપલોડ કરે છે.
પૂનમના કહેવા પ્રમાણે, જે લોકો પહેલા ટોણા મારતા હતા તે આજે તેની સાથે ઉભા છે અને તેના કામના જોરદાર વખાણ કરી રહ્યા છે. રાજસ્થાની ભાષામાં પૂનમની સંપૂર્ણ મૂળ રાજસ્થાની ભાષાની કોમેડી પણ સાત સમંદર પાર પ્રેક્ષકોને પસંદ છે. પૂનમે કહ્યું કે, દુનિયા ભલે ગમે તે કહે, પરંતુ તેના સાસરિયા અને પતિ તેની સાથે હતા, તેથી તે લોકોની પરવા કર્યા વિના વીડિયો બનાવતી રહી હતી. આજે, તેના કારણે, સોશિયલ મીડિયાથી દર મહિને 50 હજારથી 1 લાખ રૂપિયાની આવક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર