Multibagger Stock: 2021માં આ સ્ટોકે આપ્યું 120% રિટર્ન, હજુ 35% ઉછાળો આવવાની સંભાવના

મલ્ટીબેગર સ્ટોર

Multibagger Stock Polycab India: પોલિકેબ ઇન્ડિયાના શેરની કિંમત ગયા વર્ષે ઓક્ટોબરમાં રૂ. 945 હતા, હવે તે વધીને રૂ. 2,290 પ્રતિ શેર થયા છે.

  • Share this:
મુંબઈ: કોરોના વાયરસના કેસમાં રાહત અને રસીકરણના કારણે અર્થતંત્રની ગાડી ફરી પાટા પર ચઢી છે. શેર બજાર (Stock market) એક પછી એક નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. રોકાણકારો સારું રિટર્ન (Good returns) આપતા શેર્સની શોધમાં છે. અમુક કંપનીના શેર કોરોના મહામારીની શરૂઆતથી અત્યારસુધીમાં જોરદાર વળતર (Multibagger Stock) આપી ચૂક્યા છે. આવો જ એક શેર પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ (Polycab India)નો છે. 2021માં શેરના ભાવમાં 120 ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેમાં લગભગ 141 ટકાનો વધારો થયો છે. પોલિકેબ ઇન્ડિયાના શેરની કિંમત ગયા વર્ષે ઓક્ટોબરમાં રૂ. 945 હતા, હવે તે વધીને રૂ. 2,290 પ્રતિ શેર થયા છે.

હજુ 35% ઉછાળાનો અંદાજ

બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમ (Brokerage firm Centrum)નું માનવું છે કે, આ શેરના ભાવમાં વધુ વધારો થઈ શકે છે અને પોલિકેબ ઇન્ડિયાની મજબૂત વૃદ્ધિને ધ્યાનમાં રાખીને સ્ટોક માટે રૂ. 3,110નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. જે આ શેરના વર્તમાન ભાવ કરતા લગભગ 35 ટકા વધારે છે.

સેન્ટ્રમનું કહેવું છે કે, વાયર્સ અને કેબલ્સનું વેચાણ વાર્ષિક આધારે લગભગ 44 ટકા વધીને 26.3 અરબ રૂપિયા થઈ ગઈ છે. આ વધારો વેલ્યુ આધારિત હતો. કેબલ અને વાયર કેટેગરીનો ગ્રોથ એક સમાન હતો. અલબત્ત, કેબલ્સને ગળાકાપ હરીફાઈનો સામનો કરવો પડ્યો હતો.

કંપનીનો નફો

30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પોલિકેબ ઇન્ડિયાનો ચોખ્ખો નફો 9.4 ટકા ઘટીને 200.52 કરોડ રૂપિયા થયો હતો. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો રૂ. 221.55 કરોડ હતો.

આ પણ વાંચો: દિવાળી મુહૂર્ત શેર્સ: આનંદ રાઠી અને સ્ટોક બ્રોકરે સૂચવ્યા 9 શેર, જે તમને બનાવશે માલામાલ

શેર પર અભિપ્રાય

બ્રોકરેજ દ્વારા વધુમાં જણાવાયું હતું કે, કંપનીના EBIT માર્જિન અત્યારના નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં 11થી 13 ટકા વચ્ચે રહી શકે છે. જોકે, આગામી નાણાંકીય વર્ષમાં તેમાં તેજી જોવા મળી શકે છે. પોલિકેબ નાણાંકીય વર્ષ 2022માં માર્કેટ વિસ્તાર સાથે પોતાના માર્કેટ શેરને વધારવાનો આગ્રહ રાખશે.

આ પણ વાંચો: ઓછા રોકાણમાં શરૂ કરો એવરગ્રીન બિઝનેસ, ઘર બેઠા જ કરો મોટી કમાણી

પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ વિશે

1996માં સ્થપાયેલી પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ મિડ કેપ કંપની છે અને રૂ. 34151.31 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. કંપની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં કાર્યરત છે અને મુખ્ય પ્રોડક્ટમાં કેબલ્સ એન્ડ વાયર્સ, એન્જી.કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ, સ્ક્રેપ, ગ્રાન્ટ્સ, એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ સાથે સંકળાયેલી છે. કંપનીના 24 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. જેમાંથી બે સંયુક્ત સાહસો છે. કંપની ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દિવમાં ઉત્પાદન યુનિટ ધરાવે છે.
Published by:Vinod Zankhaliya
First published: