Home /News /business /PUCને નજરઅંદાજ કરશો તો RC સસ્પેન્ડ થશે અને ભરવો પડશે દંડ, જાણો શું છે નવો નિયમ?

PUCને નજરઅંદાજ કરશો તો RC સસ્પેન્ડ થશે અને ભરવો પડશે દંડ, જાણો શું છે નવો નિયમ?

PUC ફરજીયાત થશે

મોટાભાગના લોકો નિયમિતપણે વાહનોનું પ્રદૂષણ ચેકઅપ કરાવતા નથી. પરંતુ હવે પરિવહન મંત્રાલય દ્વારા PUC પોલ્યુશન સર્ટિફિકેટ માટે દેશમાં નવો નિયમ લાવવામાં આવશે

    સામાન્ય રીતે આપણે પોલ્યુશન સર્ટિફિકેટ એટલે કે વાહનોની PUC બાબતે બહુ ગંભીર હોતા નથી. મોટાભાગના લોકો નિયમિતપણે વાહનોનું પ્રદૂષણ ચેકઅપ કરાવતા નથી. પ્રદૂષણ ચેકઅપને નામે માત્ર PUC સર્ટિફિકેટ મેળવવામાં આવે છે. પરંતુ હવે પરિવહન મંત્રાલય દ્વારા PUC પોલ્યુશન સર્ટિફિકેટ માટે દેશમાં નવો નિયમ લાવવામાં આવશે. જેથી કારણે Pollution Certificateમાં બેદરકારી ભારે પડી શકે શકે છે. વાહનના માલિક પાસે PUC નહીં હોય, તો RC સસ્પેન્ડથી લઈ કડક કાર્યવાહી થઈ શકે છે. તો ચાલો આ નિયમ અંગે જાણીએ.

    વાહનો માટે PUC શા માટે જરૂરી

    પર્યાવરણ બચાવવાના હેતુથી પોલ્યુશન કંટ્રોલ એટલે કે PUCની અમલવારી થાય છે. વાહન પ્રદુષણ કંટ્રોલના માપદંડ પર ખરું ઉતરે, ત્યારે જ વાહન માલિકને PUC સર્ટિફિકેટ મળે છે. વાહન પ્રદૂષણના નિયમોને અનુસરે છે કે નહીં? તેનો ખ્યાલ આ સર્ટીફીકેટના માધ્યમથી આવે છે. દરેક વાહનને સરકાર માન્ય પીયુસી સર્ટીફિકેટ મેળવવું જરૂરી છે. જોકે, નવા વાહન માટે PUC સર્ટીફિકેટ લેવાની જરૂર રહેતી નથી. નવું વાહન રજીસ્ટર્ડ થયાના એક વર્ષ બાદ PUC સર્ટિફિકેટ લેવાની જરૂર પડે છે. જેને સમયાંતરે રીન્યુ કરાવવું પડે છે.

    આ પણ વાંચોરૂ. 2 કરોડ જીતવાની છેલ્લી તક, 31 જુલાઈ છે છેલ્લી તારીખ: અહીં જાણો શું કરવું પડશે

    PUC ફરજીયાત થશે

    પીયુસી સર્ટીફિકેટ બાબતે સરકારે નિર્ણય લીધો છે. સરકાર PUC ફરજિયાત બનાવશે. આ સાથે PUCને નેશનલ રજીસ્ટર સાથે લિંક કરવામાં આવશે. જેનાથી દેશમાં PUC એક સમાન થઈ જશે અને નવા ફીચર્સ પણ જોડાઈ જશે. PUC ફોર્મ પર QR કોડ હશે. વાહનના માલિકનું નામ અને તેના એમિશન સ્થિતિ સહિતની માહિતી હશે. PUC માં વાહન માલિકનો મોબાઈલ નંબર દાખલ કરવો ફરજિયાત રહેશે. જેના પર વેલીડેશન અને ફી માટે SMS એલર્ટ મોકલવામાં આવશે.

    PUC વગર વીમો નહીં

    સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ ઇન્શ્યોરન્સ પોલિસી રીન્યુ કરતી વખતે વાહન માલિક PUC રજુ કરે તે જોવાનું કામ વીમા કંપનીઓનું રહેશે. ઉલ્લેખનીય છે કે, 2018ના જુલાઈમાં વડી અદાલતે વાહન પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વીમા કંપનીઓને મહત્વના નિર્દેશ આપ્યા હતા. વડી અદાલતે કહ્યું હતું કે, જ્યાં સુધી વાહન માલિકો PUC સર્ટીફિકેટ જમા ન કરાવે ત્યાં સુધી વાહનની વીમા પોલિસી રીન્યુ કરવામાં ન આવે.

    આ પણ વાંચોઆ દેશમાં લેવાયો મહત્વનો નિર્ણય, નોકરી મળ્યા બાદ 6 મહિના સુધી સરકાર આપશે પગાર

    10 ગણો દંડ

    દિલ્હીમાં 2019ની 1 સપ્ટેમ્બરથી નવો મોટર વાહન કાયદો અમલમાં મુકાઈ ગયો છે. ત્યારબાદ વેલીડ PUC સર્ટિફિકેટ ન હોય તેવા કેસમાં દંડની રકમ વધારી દેવાઈ હતી. પહેલા PUC ન હોય તેવા કેસમાં રૂ. 1000નો દંડ લેવાતો હતો. પરંતુ નવો કાયદો લાગુ થયા બાદ રૂ. 10 હજારનો દંડ લેવાનું શરૂ થયું હતું. 10 ગણો દંડ વસૂલવામાં આવતા દિલ્હીમાં PUC કઢાવવા માટે લોકોની લાઈનો લાગી હતી. તે મહિનામાં પરિવહન વિભાગે 14 લાખ પીયુસી સર્ટીફિકેટ આપ્યા હતા.
    First published:

    Tags: PUC, હવા પ્રદુષણ