Home /News /business /PolicyBazaar IPO: પોલિસી બજારના IPOની પ્રાઇસ બેન્ડ 940-980 રૂપિયા, શું તમારે રોકાણ કરવું જોઈએ?

PolicyBazaar IPO: પોલિસી બજારના IPOની પ્રાઇસ બેન્ડ 940-980 રૂપિયા, શું તમારે રોકાણ કરવું જોઈએ?

પોલિસી બજાર આઈપીઓ.

PolicyBazaar IPO: કંપનીના ઇશ્યૂના એક લૉટની સાઇઝ 15 શેર છે. શેરનું અલૉટમેન્ટ 10મી નવેમ્બરના રોજ થશે. જ્યારે લિસ્ટિંગ 15મી નવેમ્બરના રોજ શરૂ થઈ શકે છે.

  મુંબઈ. PolicyBazaar IPO: પોલિસી બજાર અને પૈસાબજાર ડૉટકૉમ પર માલિકી હક્ક ધરાવતી PB Fintechનો ઇશ્યૂ આજે એટલે કે પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો છે. કંપનીનો ઇશ્યૂ ત્રીજી નવેમ્બરના રોજ બંધ થશે. PolicyBazaarના આઈપીઓની પ્રાઇસ બેન્ડ (PolicyBazaar IPO Price band) 940-980 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીના ઇશ્યૂના એક લૉટની સાઇઝ (Lot size) 15 શેર છે. શેરનું અલૉટમેન્ટ (Allotment) 10મી નવેમ્બરના રોજ થશે. જ્યારે લિસ્ટિંગ 15મી નવેમ્બરના રોજ શરૂ થઈ શકે છે.

  3,750 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

  Policybazaar આ IPOથી 5709.72 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. જેમાં 3,750 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે. જ્યારે 1959.72 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (OFS) તરીકે વેચવામાં આવશે.

  ઇશ્યૂથી મળેલા નાણાનો ઉપયોગ

  ફ્રેશ ઇશ્યૂમાંથી 1,500 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની બ્રાન્ડને વધારે મજબૂત કરવા માટે કરશે. જ્યારે 375 કરોડ રૂપિયાનો ઉપયોગ નવી તકો શોધવા માટે કરશે. 600 કરોડ રૂપિયાનો ઉપયોગ સ્ટ્રેટજિક ઇન્વેસ્ટમેન્ટના ફન્ડિંગમાં થશે. આ ઉપરાંત 375 કરોડ રૂપિયાનો ઉપયોગ ભારત બહાર બિઝનેસના વિસ્તારમાં કરવામાં આવશે. બાકીની રકમ કંપની સાથે જોડાયેલા બીજા કામ માટે ખર્ચવામાં આવશે.

  કોણ કેટલા શેર વેચશે?

  ઑફર ફૉર સેલમાં SVF Python II (Cayman) 1875 કરોડ રૂપિયાના શેર વેચશે. જ્યારે યાશીષ દહિયા 30 કરોડ રૂપિયાના શેર વેચશે. અલોક બંસલ 12.75 કરોડ રૂપિયાના શેર, શિખા દહિયા 12.50 કરોડ રૂપિયાના શેર વેચશે. રાજેન્દ્રસિંહ કુહાર 3.50 કરોડ રૂપિયાના શેર વેચશે. આ સાથે જ કંપનીનું ફાઉન્ડર યૂનાઇટેડ ટ્રસ્ટ 2.68 લાખ રૂપિયાના શેર વેચશે.

  આ પણ વાંચો: KFC ઓપરેટર સેફાયર ફૂડ્સનો IPO 9 નવેમ્બરના રોજ ખુલશે, જાણો વિગત

  શું રોકાણ કરવું જોઈએ?

  કે.આર.ચોકસીનું કહેવું છે કે, કંપનીની સૌથી સારી વાત એ છે કે તે મોટા બજારમાં કામ કરે છે. જેમાં હજુ ઘણા મોકા છે. પોલિસી બજાર ખૂબ ઝડપથી વધી રહી છે. ડિજિટલ માર્કેટ પ્લેસમાં કંપની લીડરશિપ પોઝિશનમાં છે. કંપની નવા ગ્રાહકોને લાવવા માટે સફળ રહી છે, જેનો ફાયદો તેને થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2021માં 12.65 કરોડથી વધારે યૂઝર્સ વેબસાઇટ પર આવ્યા હતા. કંપની પાસે ગ્રાહકોને પોતાની સાથે બનાવી રાખવાની ક્ષમતા છે. આ ઉપરાંત વીમા કંપનીઓ અને લેન્ડિંગ પાર્ટનરો સાથે પણ કંપનીના સારા સંબંધો છે.

  આ પણ વાંચો: Paytm IPO: 8મી નવેમ્બરના રોજ ખુલશે Paytmનો આઈપીઓ, ઇશ્યૂ સાઇઝ હશે 18,300 કરોડ રૂપિયા

  સાથે જ તેમણે કંપનીની અમુક ચિંતાઓ વિશે જણાવ્યું કે, કોરોના મહામારીને પગલે લોકોની નોકરીઓ ચાલી ગઈ છે. આથી જ લોકોની પૉલિસી ખરીદવાની ક્ષમતા ઓછી થઈ છે. કંપનીને પહેલા લૉસ થઈ ગયો છે. આ ઉપરાંત રેગ્યુલેશન્સ અને નૉન-કમ્પલાયન્સ કંપનીના બિઝનેસ માટે મોટી સમસ્યા છે. કે.આર. ચોકસી તરફથી આ આઈપીઓને લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને ભરવાની સલાહ આપવામાં આવી છે.

  Trustline Securitiesના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ કપૂરે કહ્યું કે, વેલ્યૂએશનને જોતા લિસ્ટિંગ પછી અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે તેને P/E 47.6 છે, જે પ્રતિસ્પર્ધી કંપનીઓની સરખામણીમાં વધારે છે. કંપનીના બિઝનેસ મૉડલને જોતા Trustline Securities તરફથી આ ઇશ્યૂને ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે.

  અનેક દિગ્ગજ રોકાણકારોનું રોકાણ

  કંપનીએ 5.5 અબજ ડૉલરથી 6 અબજ ડૉલર વચ્ચે વેલ્યૂએશનનો ટાર્ગેટ રાખ્યો છે. Policybazaarમાં અનેક મોટા રોકાણકારોના પૈસા લાગેલા છે. જેમાં સૉફ્ટબેંક, ટેમાસેક, ઇન્ફોએઝ, ટાઇગર ગ્લોબલ અને પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટ સામેલ છે.

  આ પણ વાંચો: LPG સિલિન્ડરની કિંમતમાં 266 રૂપિયાનો વધારો; દેશમાં પેટ્રોલની કિંમત 122 રૂપિયાને પાર

  પોલિસીબજાર પોતાના ગ્રાહકોને ઑટો, હેલ્થ, લાઇફ ઇન્શ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સ પોલિસીનું આકલન કરવાની સુવિધા આપે છે. પોલિસીબજારની વેબસાઇટ પર દર વર્ષે 10 કરોડ વિઝિટર્સ આવે છે. કંપની દર મહિને ચાર લાખ પોલિસી વેચે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, Policybazaar, Share market

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन