મુંબઈ: માર્કેટપ્લેસ Policybazaar અને Paisabazaarની પેરેન્ટ કંપની PB Fintechનો ઇશ્યૂ 1 નવેમ્બરના રોજ ખુલશે અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે 940-980 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. Policybazaarનો IPO 15 નવેમ્બરના રોજ શેર બજારમાં લિસ્ટ થશે. Policybazaar આ આઈપીઓ મારફતે 5,709.72 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારી કરી રહી છે. જેમાં 3,750 કરોડ રૂપિયાના ફ્રેશ શેર હશે, જ્યારે 1,959.72 કરોડ રૂપિયાના સેર ઑફર ફૉર સેલ (Offer for sale)માં વેચવામાં આવશે.
ઑફર ફૉર સેલમાં SVF Python II (Cayman) 1875 કરોડ રૂપિયાના શેર વેચશે. જ્યારે યાશીષ દહિયા (Yashish Dahiya) 30 કરોડ રૂપિયાના શેર વેચશે. જ્યારે આલોક બંસલ (Alok Bansal) 12.75 કરોડ રૂપિયા, શિખા દહિયા (Shikha Daliya), 12.50 કરોડ રૂપિયાના શેર વેચશે. જ્યારે રાજેન્દ્ર સિંહ કુહાર 3.50 કરોડ રૂપિયાના શેર વેચશે. આ સાથે જ કંપનીનું સ્થાપક યૂનાઇડેટ ટ્રસ્ટ 2.68 લાખ શેર વેચશે.
DRHP પ્રમાણે SVF Python II (Cayman) પાસે કંપનીની 9.45% ભાગીદારી છે. જ્યારે યાશીષ દહિયા પાસે 4.27% સ્ટેક છે. જ્યારે આલોક બંસલ પાસે 1.45% ભાગીદારી છે. કંપનીએ 5.5 અબજ ડૉલરથી 6 અબજ ડૉલર વચ્ચે વેલ્યૂએશનનો ટાર્ગેટ રાખ્યો છે. Policybazaarમાં અનેક મોટો રોકાણકારોના પૈસા લાગેલા છે. જેમાં સૉફ્ટબેંક, ટેમાસેક, ઇન્ફોએજ, ટાઇગર ગ્લોબલ, પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટ સામેલ છે.
પોલિસીબજાર પોતાના ગ્રાહકોને ઑટો, હેલ્થ, લાઇફ ઇન્શ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સ પોલિસીનું આકલન કરવાની સુવિધા આપે છે. પોલિસીબજારની વેબસાઇટ પર દર વર્ષે 10 કરોડ વિઝિટર્સ આવે છે. કંપની દર મહિને ચાર લાખ પોલિસી વેચે છે.
SJS Enterprises તરફથી પોતાના આઈપીઓ માટે 531-542 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ પણ એકથી ત્રણ નવેમ્બર વચ્ચે ખુલશે. કંપનીની યોજના આ આઈપીઓ મારફતે 800 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ હશે. જેમાં એવરગ્રાફ હૉલ્ડિંગ્સ 710 કરોડ રૂપિયના શેર વેચશે અને કે.એફ.જોસેફ 90 કરોડ રૂપિયાના શેર વેચશે.
SJS Enterprises ઑટોમેટિવ અને કન્ઝ્યૂમર અપ્લાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે વિવિધ પ્રોડક્ટ ડિઝાઈન અને મેન્યુફેક્ચર કરે છે. કંપની ટૂ વ્હીલર અને પેસેન્જર વાહનોની એક્સેસસીઝ પણ બનાવે છે. કંપની મેડિકલ ડિવાઈસીસ, ખેત ઓજારો અને સેનેટરી વેર ઇન્ડસ્ટ્રીઝ માટે પણ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ગત નાણાકીય વર્ષમાં કંપની પાસે 20 દેશના લગભગ 90 શહેરમાં 170 ગ્રાહક હતા. SJS Enterprises પાસે બેંગલુરુ અને પુણેમાં ઉત્પાદન યુનિટ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીની આવક વધીને 251.62 કરોડ રૂપિયા અને ચોખો નફો 47.77 કરોડ રૂપિયા હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર