દિલ્હી-NCRમાં ચાલશે દેશની પહેલી POD TAXI

kiran mehta | News18 Gujarati
Updated: December 27, 2017, 2:53 PM IST
દિલ્હી-NCRમાં ચાલશે દેશની પહેલી POD TAXI
પોડ ટેક્સી રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો ડ્રીમ પ્રોજેક્ટ છે....

પોડ ટેક્સી રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો ડ્રીમ પ્રોજેક્ટ છે....

  • Share this:
દિલ્હી એનસીઆરમાં ટુંક સમયમાં પોડ ટેક્સીનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે નવેસરથી બોલિયો લાગવા લાગી છે. એક ઉચ્ચસ્તરની સમિતિએ આની ભલામણ કરી છે. પોડ ટેક્સી રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આને પર્સનલ રેપિડ ટ્રાંજીટ (પીઆરટી) યોજનાથી પણ જાણવામાં આવે છે.

4,000 કરોડ રૂપિયાની છે પોડ ટેક્ષી યોજના
પોડ ટેક્ષી પ્રોજેક્ટ 4000 કરોડનો છે. રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે અમે ટુંક સમયમાં પોડ ટેક્સી માટે ટેન્ડર જાહેર કરીશું. આ પ્રોજેક્ટને લઈ જે સમસ્યાઓ હતી તે દુર થઈ ગઈ છે.

શું છે પોડ ટેક્સી
પોડ ટેક્ષી આધુનિક પરિવહન પ્રણાલી છે. આમાં ટેક્ષીની જેમ જ ફીડર અને શટલ સેવા આપવા માટે ઓટોમેટેડ ઈલેક્ટ્રીક પોડ કારનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં મુસાફરોના નાના-નાના સમુહ મુસાફરી કરી શકે છે. આ પરિયોજના માટે ઉચ્ચસ્તરીય સમિતિનું કહેવું છે કે, ભારતમાં બનવાવાળી પોડ ટેક્સી વ્યવસ્થામાં અમેરિકન સોસાયટી ઓફ સિવિલ એન્જિનિયર્સ દ્વારા તૈયાર પીઆરટી વ્યવસ્થા અનુરૂપ જ સુરક્ષા પર કામ થાય.

 
First published: December 27, 2017, 2:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading