Home /News /business /

PNBએ શરૂ કરી ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ, જાણો 111/222/333 દિવસનો પ્લાન

PNBએ શરૂ કરી ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ, જાણો 111/222/333 દિવસનો પ્લાન

PNBએ શરૂ કરી ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ

પંજાબ નેશનલ બેંક (PNB)એ ગ્રાહકો માટે એક નવી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે.

    ન્યૂઝ18 ગુજરાતી: સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ ગ્રાહકો માટે એક નવી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. PNBએ 3 નવા મેચ્યોરિટી પીરિયડ 111 દિવસ, 222 દિવસ અને 333 દિવસવાળી સુગમ પ્લસ ટર્મ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ એફડીની સૌથી ખાસ વાત એ છે કે આમાંથી 333 દિવસવાળી સ્કીમ પર બેંક નાગરિકોને સૌથી વધુ વ્યાજ આપશે. જાણો આ સ્કીમની ખાસ વાતો...

    મિનિમમ ડિપોઝિટ

    PNB સુગમ પ્લસ 111/222/333 સ્કીમમાં મિનિમમ 10,000 રૂપિયા ડિપોઝિટ કરાવી શકો છો. ત્યાં જ મહત્તમ 10 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.

    વ્યાજ દર

    આ સ્કીમમાં મેચ્યોરિટી પીરિયડ પ્રમાણે વ્યાજ દર નક્કી કરવામાં આવ્યા છે.

    >> 111 દિવસની એફડી પર બેંક સામાન્ય નાગરિકોને 6.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7 ટકાના દરે વ્યાજ આપશે.

    >> 222 દિવસની એફડી પર બેંક સામાન્ય નાગરિકોને 6.60 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.1 ટકાના દરે વ્યાજ આપશે.

    333 દિવસની એફડી પર બેંક સામાન્ય નાગરિકોને 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.6 ટકાના દરે વ્યાજ આપશે.

     આ પણ વાંચો: 31 માર્ચ પહેલાં કરી લો આ 6 કામ, નહીંતર પડશે મુશ્કેલી

    ડિપોઝિટ પીરિયડ

    PNB સુગમ પ્લસ ફિક્ડ ડિપોઝિટનું મેચ્યોરિટી પીરિડય 111 દિવસ, 222 દિવસ અને 333 દિવસ છે. આ સ્ક્રીમમાં પ્રી-મેચ્યોરિટી વિથ્ડ્રોવલની સુવિદ્યા નથી. આ એફડી પૂરી થયા બાદ જ નાણાં ઉપાડી શકાય છે. પ્રી-મેચ્યોરિટી કેન્સેલેશન પર 1 ટકા વ્યાજ દરે પેનલ્ટી લાગશે.

    નોમિનેશન

    આ સ્કીમમાં નોમિનેશનની સુવિદ્યા ઉપલબ્ધ છે.

    વધુ માહિતી માટે PNBની વેબસાઇટ અથવા નજીકની બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો.
    Published by:Azhar Patangwala
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन