પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં આરોપી હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી બાદ તેના મામા અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોક્સીએ પણ પોતાના કર્મચારીઓને ઓપન લેટર લખ્યો છે. પોતાના કર્મચારીઓને મેહુલ ચોક્સીએ કહ્યું કે, તે હવે સેલરી નહીં આપી શકે, જેથી બીજી નોકરી શોધી લો. ચોક્સીએ કહ્યું કે, તેમણે કઈં ખોટું નથી કર્યું, અને અંતમાં જીત સચ્ચાઈની જ થશે.
મેહુલના વકિલ સંજય અબટેએ શનિવારે આ લેટર જાહેર કર્યો. ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સમાં લગભગ 3500 લોકો કામ કરે છે, જેમને હવે બીજી નોકરી શઓધવાનું કહેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી અને ગીતાંજલી જેમ્સના માલિક મેહુલ ચોક્સી 11,356 કરોડના પીએનબી ફ્રોડમાં આરોપી છે. આ લોકો પર પીએનબીના અધિકારીઓ સાથે મીલીભગત કરી નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા વિદેશી ખાતામાં કેટલાએ હજાર કરોડની રકમ ટ્રાંસફર કરવાનો આરોપ છે.
ચોક્સીએ લેટરમાં શું લખ્યું છે? પોતાના લેટરમાં ચોક્સીએ લખ્યું છે કે, હું અત્યારે કેટલીક મુશ્કેલીઓને સામનો કરી રહ્યો છું. જે રીતે કેટલીએ તપાસ એજન્સીઓએ અમારી કંપની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે, તેનાથી અમને ગણી તકલીફ થઈ રહી છે. હું મારી નિયતી માટે તૈયાર છું. હું જાણું છું કે, મે કોઈ ખોટું કામ નથી કર્યું. અને અંતમાં સચ્ચાઈની જીત થશે.
મેહુલ ચોક્સીએ વધુમાં લખ્યું છે કે, જે રીતે મારી વિરુદ્ધ માહોલ બનાવવામાં આવી રહ્યો છે, તેનાથી મારો બિઝનેસ ઠપ થઈ ગયો છે. આવી અનિશ્ચિતતાની સ્થિતિમાં હું બધાને સેલરી આપવા માટે અસમર્થ છું. હું ઓફિસના તમામ ઓપરેસન્સ ટર્મિનેટ કરી રહ્યો છું. તમે ક્યાંક બીજી જગ્યાએ કરિયર ઓપ્શન શોધી લો.
ચોક્સીએ પરમેનેન્ટ ક્લિયર ન થાય ત્યાં સુધી કર્મચારીઓને ઓફિસના મોબાઈલ ફોન અને લેપટોપ પોતાની પાસે રાખવાનું કહ્યું છે. તેમણે લેટરમાં લખ્યું છે કે, જ્યાં સુધી તમારો હિસાબ ક્લિયર ન થાય ત્યાં સુધી કંપનીના લેપટોપ અને ફોન પોતાની પાસે રાખી શકો છઓ. જરૂર પડે કંપની તમને રિલીવિંગ લેટર અને અનુભવનો લેટર પણ ઈશ્યુ કરી દેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર