Home /News /business /નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, લંડન હાઈકોર્ટે કહ્યું, પ્રત્યાર્પણનો નિર્ણય યોગ્ય છે

નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, લંડન હાઈકોર્ટે કહ્યું, પ્રત્યાર્પણનો નિર્ણય યોગ્ય છે

નીરવ મોદીની અરજી લંડન હાઈકોર્ટે ફગાવી

ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં, ભારતીય એજન્સીઓએ નીરવને ભારત લાવવા માટે સરકાર અને કાયદાકીય સ્તરે અપીલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે નીરવે ભારતની બેંકિંગ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે. તેથી તેને કાયદાકીય પ્રક્રિયા માટે ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે.

વધુ જુઓ ...
ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં, ભારતીય એજન્સીઓએ નીરવને ભારત લાવવા માટે સરકાર અને કાયદાકીય સ્તરે અપીલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે નીરવે ભારતની બેંકિંગ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે. તેથી તેને કાયદાકીય પ્રક્રિયા માટે ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે.

7 હજાર કરોડના કૌભાંડના આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ભારતમાં લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુકે હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી છે. નીરવ મોદીએ અપીલ કરી હતી કે તેનું પ્રત્યાર્પણ ન કરવામાં આવે. કોર્ટે આ મામલે કહ્યું છે કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ કોઈપણ દૃષ્ટિકોણથી ના તો અન્યાય છે, અને ના દબાણ છે.

આ પણ વાંચોઃ 87 વર્ષના છે ઉત્તરાખંડના 'કીવી મેન' સગત સિંહ, 22 વર્ષથી કરી રહ્યા છે ખેતી, વાંચો સંપૂર્ણ અહેવાલ

તમને જણાવી દઈએ કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 7,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. ભારત સરકાર હાલમાં લંડનની જેલમાં બંધ નીરવ મોદીને વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય એજન્સીઓએ ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટે સરકારી અને કાયદાકીય સ્તરે અપીલ દાખલ કરી હતી. આ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીએ ભારતની બેંકિંગ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે. તેથી તેને કાનૂની પ્રક્રિયા માટે ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે.

લંડનમાં એશ-ઓ-આરામનું જીવન જીવી રહેલા ભાગેડુએ પોતાના બચાવમાં અનેક દલીલો રજૂ કરી હતી. નીરવે તો ત્યાં સુધી કહ્યું કે તે ભારતીય કાયદાનો સામનો કરવા તૈયાર છે, પરંતુ તેને ભારતીય એજન્સીઓને સોંપવામાં ન આવે. જ્યારે નીચલી અદાલતે તેને ભારતને સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે તેણે હાઈકોર્ટમાં અરજી કરી અને હવે હાઈકોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે, ભારત લાંબા સમયથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ ઈચ્છે છે. પરંતુ બ્રિટનમાં બ્રિટનમાં આશરો લઈ રહેલો નીરવ મોદી એ કાર્યવાહીથી બચવા માટે સતત અલગ-અલગ દલીલો આપી રહ્યો છે. બ્રિટન હાઇકોર્ટમાં નીરવનો વકીલ કહે છે કે, તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારતની જેલમાં જેવી સ્થિતિ છે તે સુસાઈડ પણ કરી શકે છે. આ આધારે પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બ્રિટનની હાઇકોર્ટે સુનાવણી પછી નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે.

હાલ નીરવ મોદીની ટીમે હાઈકોર્ટના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી શકે છે. 14 દિવસની અંદર નીરવ મોદીએ ત્યાંની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે સુનાવણી ત્યારે થશે, જ્યારે હાઇકોર્ટ તરફથી એ કહેવામાં આવે કે અરજી જનહિતની છે.
First published:

Tags: Nirav Modi