Home /News /business /

મેહુલ ચોકસીએ કોર્ટને કહ્યું- 41 કલાકની મુસાફરી કરી ભારત નહીં આવી શકું

મેહુલ ચોકસીએ કોર્ટને કહ્યું- 41 કલાકની મુસાફરી કરી ભારત નહીં આવી શકું

મેહુલ ચોકસીની ફાઇલ તસવીર

ચોકસીએ ઇડી પર આરોપ લગાવ્યો કે તેના સ્વાસ્થ્યની જાણકારી ન આપીને કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે

    ન્યૂઝ18 ગુજરાતી: પીએનબી સ્કેમના ભાગેડુ કારોબારી મેહુલ ચોકસીએ મુંબઈની એક કોર્ટને કહ્યું કે તે 41 કલાકની મુસાફરી કરી ભારત નહીં આવી શકે. લોન છેતરપિંડી મામલે વોન્ટેડ ચોકસીએ જણાવ્યું કે ખરાબ સ્વાસ્થ્યના કારણે તે એન્ટીગુઆથી ભારત નહીં આવી શકે. કોર્ટને લેખિતમાં આપેલા જવાબમાં મેહુલ ચોકસીએ ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) પર આરોપ લગાવ્યો કે તેના સ્વાસ્થ્યની જાણકારી ન આપીને કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.

    તેની સાથે જ ચોકસીએ કહ્યું કે તે પોતાની બાકી રકમ ચૂકવવા માટે બેંકોના સંપર્કમાં છે. તેણે કહ્યું કે તે વીડિયો કોન્ફરસિંગ દ્વારા તપાસમાં જોડાવા તૈયાર છે. ઇડીએ કોર્ટને કહ્યું હતું કે મેહુલ ચોકસીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવે અને તેની સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપવામાં આવે.

    ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઇન્ટરપોલે ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. સીબીઆઈના આગ્રહ બાદ ઇન્ટરપોલે આ નોટિસ જાહેર કરી હતી. મેહુલ ચોકસી 13,500 કરોડ રુપિયાના પીએનબી સ્કેમનો મુખ્ય આરોપી પૈકીનો એક છે. આ છેતરપિંડી મામલામાં ચોકસીનો ભત્રીજો મેહુલ ચોકસી ગીતાંજલી ગ્રુપનો ચેરમેન છે. ચોકસીએ એન્ટીગુઆમાં શરણ લીધી છે.

    આ પણ વાંચો, PNB સ્કેમ: મેહુલ ચોકસી વિરુદ્ધ ઇન્ટરપોલે જાહેર કરી રેડ કોર્નર નોટિસ

    આરસીએન ઇશ્યૂ થયાની સાથે ચોકસીને ઇન્ટરપોલના 192 સભ્ય દેશોમાંથી કોઈ પણ દેશ ધરપકડ કરી શકે છે, ત્યારબાદ તેની પ્રત્યર્પણ કે નિર્વાસનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. નીરવ મોદી તથા મેહુલ ચોકસીની વિરુદ્ધ ફેબ્રુઆરીમાં પીએનબી સ્કેમથી જોડાયેલા મામલામાં બ્લૂ કોર્નર નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી. ઇડીએ ઓક્ટોબરમાં બંનેની ભારત તથા વિદેશની 218 કરોડ મૂલ્યની સંપત્તિઓ જપ્ત કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Mehul Choksi, Nirav Modi, PNB scam, પંજાબ નેશનલ બેંક

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन