પંજાબ નેશનલ બેંક સ્કેમના આરોપી મેહુલ ચોકસીને ભારત લાવવામાં મોટો આંચકો લાગ્યો છે. મેહુલ ચોકસીએ પોતાના ભારતીય પાસપોર્ટને સરેન્ડર કરી દીધો છે અને પોતાને એન્ટીગુઆના નાગરિક ગણાવ્યો છે. એટલે કે મેહુલ ચોકસીએ ઓફિશિયલી ભારતીય નાગરિક્તા છોડી દીધી છે. આજતકના અહેવાલ મુજબ, મેહુલ ચોકસીએ એન્ટીગુઆ હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, કાલે જ મેહુલ ચોકસીના પ્રત્યર્પણ મામલાને લઈને સુનાવણી થવાની હતી, પરંતુ તે પહેલા જ તેણે પોતાને ઓફિશિયલી એન્ટીગુઆના નાગરિક જાહેર કરી દીધો. એવામાં તેને ભારત પ્રત્યર્પિત કરવો વધુ મુશ્કેલ થઈ શકે છે.
મેહુલ ચોકસીએ પોતાના પાસપોર્ટ જેનો નંબર Z3396732 છે, તે જે હાઈ કમિશનમાં જમા કરાવ્યો. તેની સાથે જ તેણે તેની ફી કુલ 177 ડોલર પણ જમા કરાવ્યા. આ વિશે વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને જાણ કરી દીધી છે. મેહુલ ચોકસીનું હવે ઓફિશિયલ એડ્રેસ હાર્બર, એન્ટીગુઆ થઈ ગયું છે.
મેહુલ ચોકસીના વકીલોને આશા છે કે આ પ્રયાસથી ભારત દ્વારા ચોકસીને પ્રત્યર્પિત કરવાના પ્રયાસોમાં મોટો આંચકી લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોકસીની વિરુદ્ધ પહેલા જ ઇન્ટરપોલની નોટિસ જાહેર કરવામાં આવી છે. ભારતની અનેક એજન્સીઓ સતત તેની શોધ કરી રહી હતી.
મેહુલ ચોકસી 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક ગોટાળા મામલાનો મુખ્ય આરોપીઓ પૈકીનો એક છે. આ સ્કેમ મામલામાં ચોકસીનો સંબંધી નીરવ મોદી પણ મુખ્ય આરોપી છે. આપને જણાવી દઈએ કે મેહુલ ચોકસી ગીતાંજલિ ગ્રુપનો ચેરમેન છે. ગોટાળાના મામલાનો ખુલાસો થયા બાદ તેણે એન્ટીગુઆમાં શરણ લીધી હતી.
નોંધનીય છે કે, ઈડી, સીબીઆઈ જેવી સુરક્ષા એજન્સીઓ પીએનબી સ્કેમ મામલાની તપાસમાં લાગી છે. ઈડીએ હજુ સુધી મેહુલ ચોકસી અને નીરવ મોદીની કુલ 4765 કરોડથી વધુની સંપત્તિને જપ્ત કરી લીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર