Home /News /business /

PNB કૌભાંડ: નીરવ-મેહુલ ચોક્સીના પાસપોર્ટ રદ્દ, 523 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત

PNB કૌભાંડ: નીરવ-મેહુલ ચોક્સીના પાસપોર્ટ રદ્દ, 523 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત

ઈડીએ શુક્રવારે નીરવ મોદીના 44 કરોડ રૂપિયાના બેંકની રકમ અને શેરને જપ્ત કર્યા હતા...

ઈડીએ શુક્રવારે નીરવ મોદીના 44 કરોડ રૂપિયાના બેંકની રકમ અને શેરને જપ્ત કર્યા હતા...

    વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો પાસપોર્ટ રદ્દ કર્યો છે. બંનેને કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે, પરંતુ આનો જવાબ નહીં આપવા પર કાર્યવાહી કરવામાં આવી છે. આ બાજુ ઈડીએ શનિવારે પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની 21 અન્ય સંપત્તિ જપ્ત કરી છે. ઈડા દ્વારા આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા હેથળ કરવામાં આવી છે.

    આમાં નીરવ મોદીના અલીબાગ સ્થિત ફાર્મહાઉસ, સોલર પ્લાન્ટ, અહમદનગરમાં 135 એકડ જમીન અને મુંબઈ અને પૂણેમાં સ્થિત આવાસ અને ઓફિસની પ્રોપર્ટી શામેલ છએ. ઈડી તરફથી જપ્ત કરવામાં આવેલ આ 21 સંપત્તિની કિંમત 523.72 કરોડ બતાવવામાં આવી રહી છે.

    આ પહેલા ઈડીએ શુક્રવારે નીરવ મોદીના 44 કરોડ રૂપિયાના બેંકની રકમ અને શેરને જપ્ત કર્યા હતા. નીરવ મોદીએ ગુરૂવારે એક ઈમેલ કરી કહ્યું કે, તે ભારત પાછો નહીં ફરે અને લોન પણ નહીં ભરે. પીએનબી નીરવ મોદી પાસેથી લોનની રકમ વસુલવા માંગે છે, પરંતુ નીરવ મોદી પહેલા જ કહી ચુક્યો છે કે, ઈડી દ્વારા પોતાની સંપત્તિ જપ્ત કરવાને કારણે તે હવે લોન નહીં ચુકવી શકે.

    ઉલ્લેખનીય છે કે, હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી અને ગીતાંજલી જેમ્સના માલિક મેહુલ ચોક્સી 11,356 કરોડના પીએનબી બેંક ફ્રોડમાં આરોપી છે. આ લોકો પર પીએનબીના અધિકારીઓ સાથે મીલિભગત કરી નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા વિદેશી ખાતાઓમાં કેટલાએ હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરવાનો આરોપ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 21 properties, Attaches, Nirav Modi, PNB scam, ઇડી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन