Home /News /business /

PNB મોટો ખુલાસો : દરેક LoU પર અધિકારીઓ મેળવતા હતા મસમોટું કમિશન

PNB મોટો ખુલાસો : દરેક LoU પર અધિકારીઓ મેળવતા હતા મસમોટું કમિશન

    પંજાબ નેશનલ બેંક (PNB)ના 11,300 રૂપિયાથી વધારેના કૌભાંડમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટ્રીગેશન (CBI)એ કેટલાક અધિકારીઓની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સીબીઆઈને બેંક અધિકારીઓ પાસેથી હેરાન કરે તેવી માહિતી મળી છે. અધિકારીઓ અનુસાર, દરેક લેટર ઓફ અંડરટેકિંગ (LOU) માટે તેમને કમિશ્ન મળતો હતો. એગ્રીમેન્ટની રકમના હિસાબથી કમિશન નક્કી કરવામાં આવતો હતો.

    સીબીઆઈએ રવિવારે જાણકારી આપી કે, પીએનબી તરફથી આપવામાં આવેલા આંકડાઓ અનુસાર કૌભાંડમાં 63 દિવસોમાં જ 143 એલઓયૂ આપી દેવામાં આવ્યા હતા. દરેક એલઓયૂ પર કમિશનની એક રકમ નક્કી કરવામાં આવી હતી. જે બધા જ અધિકારીઓ વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. પીએનબી કૌભાંડ બાબતે સીબીઆઈએ બેંકના અધિકારી ગોકૂલનાથ શેટ્ઠી, મનોજ ખરાત અને હેમંત ભટ્ટની ધરપકડ કરી છે. તેમનાથી પૂછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ કહ્યું કે, આ કેસમાં ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદી અને તેમના સંબંધી મેહુલ ચોકસી સહિત બેંકના કેટલાક કર્મચારીઓ વિરૂદ્ધ તપાસ કરવામાં આવી રહી છે.

    પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં 11.345 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યા તેના બે દિવસ બાદ સરકારે શુક્રવારે નીરવ મોદી અને મેહુલ ચિનુભાઈ ચોકસીના પાસપોર્ટને ચાર અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

    જણાવી દઈએ કે, બુધવારે 11,360 કરોડ રૂપિયાનો ફ્રોડ સામે આવ્યા બાદ પીએનબી શેર 10 ટકા ગગડી ગયા છે. જેના કારણે પીએનબીના કારણકારોને 3 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ઉઠાવવું પડ્યું છે. આમ બધી જ સરકારી બેંકોના રોકણકારોને કુલ મળીને લગભગ 15 હજાર કરોડ રૂપિયાથી વધારે નુકશાન થયું છે.

    આ કૌભાંડ લેટર ઓફ અંડરટેકિંગ (LOUs)ની આડમાં ચાલી રહ્યો હતો. આ હેઠળ એક બેકની ગેરંટી પર બીજી બેંક પેમેન્ટ કરી રહી હતી. આ પંજાબ નેશનલ બેંક (PNB) ઉપરાંત યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઈલ્હાબાદ બેંક અને એક્સિસ બેંકના નામ પણ સામે આવી રહ્યાં છે. જોકે, બેંકોનું કહેવું છે કે, પીએનબીના લેટર ઓફ અંડરટેકિંગના આધાર પર આ પેમેન્ટ કરી રહ્યાં હતા.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Nirav Modi, PNB

    આગામી સમાચાર