બેંક ઘોટાળો: PNBના 18 કર્મચારી સસ્પેન્ડ, પૂછપરછ શરૂ

નકલી ટ્રાન્જેક્શનની ઘટના છેલ્લા 7 વર્ષથી ચાલતી હતી અને દેશના બીજા નંબરની સૌથી મોટી આ બેંકને તેની ખબર પણ ના પડી...

નકલી ટ્રાન્જેક્શનની ઘટના છેલ્લા 7 વર્ષથી ચાલતી હતી અને દેશના બીજા નંબરની સૌથી મોટી આ બેંકને તેની ખબર પણ ના પડી...

 • Share this:
  પંજાબ નેશનલ બેંક ઘોટાળા મામલામાં 18 બેંક કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આમાં જનરલ મેનેજર સ્તરના અધિકારી પણ શામેલ છે. જોકે, હાલમાં તમામ અધિકારીઓ સાથે બેંકમાં જ આંતરિક પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ મુખ્ય આરોપી નીરવ મોદીને સીબીઆઈ ઈંટરપોલ નોટિસ જાહેર કરી ધરપકડ કરવાની કોશિસ કરી રહી છે. આ બાજુ બેંક કર્મચારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  ભારતીય બેંકિંગના સૌથી મોટા ઘોટાળામાં એક પંજાબ નેશનલ બેંકના 11,333 કરોડ રૂપિયાના કૌભાંડમાં બેંકિંગ સિસ્ટમનો પાયો હલાવી દીધો છે. હેરાન કરે તેવી વાત એ છે કે, નકલી ટ્રાન્જેક્શનની ઘટના છેલ્લા 7 વર્ષથી ચાલતી હતી અને દેશના બીજા નંબરની સૌથી મોટી આ બેંકને તેની ખબર પણ ના પડી.

  આ ઘોટાળાની લપેટમાં હવે અન્ય બેંક પણ આવી રહ્યા છે. લગભગ ત્રણ ભારતીય બેંકો - પ્રાઈવેટ સેક્ટરના એક્સિસ બેંક અને સરકારી ક્ષેત્રના અલ્હાબાદ બેંક અને યૂનિયન બેંક ઓફ ઈન્ડીયાની વિદેશી શાખાઓના આ ફ્રોડમાં શામેલ હોવાની વાત પણ સામે આવી છે.

  તમને જણાવી દઈએ કે, ઈડીએ નીરવ મોદીની 5,100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી દીધી છે. જપ્ત કરવામાં આવેલ સંપત્તિમાં જ્વેલરી, સોનું અને કેશ પણ શામેલ છે. ઈડીએ પાસપોર્ટ અધિકારીઓને નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અમી મોદીના પાસપોર્ટ રદ્દ કરવાની પણ માંગ કરી છે.

  પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલ લગભગ 11,330 કરોડ રૂપિયાના ઘોટાળામાં એફઆઈઆર દાખલ થાય તે પહેલા જ તેના મુખ્ય સુત્રધાર અને ડાયમંડ વ્યાપારી નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીરવ મોદી 1 જાન્યુઆરીએ જ દેશ છોડીને જતા રહ્યા છે. ઈડીએ ગુરૂવારે નીરવ મોદીના 12 ઠેકાણાઓ પર રેડ કરી છે. ઈડીએ નીરવ મોદી વિરુદ્ધ મની લોન્ડરીંગ અને છેતરપિંડીનો મામલો નોંધ્યો છે.
  Published by:kiran mehta
  First published: