Home /News /business /

નીરવ મોદીનો વધુ એક ગોટાળો, PNBને લગાવ્યો રૂ. 1322 કરોડનો ચૂનો

નીરવ મોદીનો વધુ એક ગોટાળો, PNBને લગાવ્યો રૂ. 1322 કરોડનો ચૂનો

નિરવ મોદી (ફાઈલ તસવીર)

આ નવું ટ્રાન્ઝેક્શન પીએનબીના 2017ના નાણાકિય વર્ષની કુલ આવક બરાબર છે. બેંક દ્વારા બોમ્બે સ્ટોક એક્સેન્જ (બીએસઈ)ને આ માહિતી આપવામાં આવી છે.

    પંજાબ નેશનલ બેંક સાથે નીરવ મોદીના રૂ. 1,322 કરોડના વધુ એક ફ્રોડ ટ્રાન્ઝેક્શનની માહિતી મળી છે. આ ફ્રોડમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સામેલ છે. એનો મતબલ એવો થયો કે પંજાબ નેશનલ બેંક સાથે અધિકારિક રીતે જે આંકડો આપવામાં આવ્યો હતો તેમાં રૂ. 1,322 કરોડનો વધારો થયો છે. એટલે કે હવે ફ્રોડની રકમ વધીને (11384+1322)રૂ. 12,706 કરોડ પહોંચી છે.

    આ નવું ટ્રાન્ઝેક્શન પીએનબીના 2017ના નાણાકિય વર્ષની કુલ આવક બરાબર છે. બેંક દ્વારા બોમ્બે સ્ટોક એક્સેન્જ (બીએસઈ)ને આ માહિતી આપવામાં આવી છે.

    વિદેશમાં પણ સીઝ થશે નીરવ મોદીની પ્રોપર્ટી

    પંજાબ નેશનલ બેંક ફ્રોડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) 6 દેશમાં આવેલી નીરવ મોદીની સંપત્તિની ઓળખ કરીને તેને સીઝ કરવાની કામગીરી શરૂ કરશે. આ કેસમાં મુંબઈની સ્પેશ્યલ કોર્ટે ઈડીને લેટર ઓફ રિક્વેસ્ટ જાહેર કરી દીધી છે. આ લેટર સ્પેશ્યલ જજ એમએસ અજમી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. લેટર જાહેર કરવામાં આવ્યા બાદ પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીની સંપત્તિઓને ટાંચમાં લેવા માટે મદદ મળશે.

    ફ્રોડમાં થયેલી નુકસાનની ભરપાઈની માંગણી સરકાર પાસેથી નહીઃ PNB

    પીએનબીએ પોતાના ફાઇલિંગમાં સ્ટોક એક્સચેન્જને બતાવ્યું કે, 'અમે એ જણાવવા માંગીએ છીએ કે બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનનો આંકડો 204 મિલિયન ડોલર એટલે કે 12,600 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. અન્ય એક ફાઇલિંગમાં પીએનબીએ એ વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે તેણે નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર પાસેથી મદદની માંગણી કરી છે.'

    લો ફર્મ પર દરોડા

    પીએનબી ફ્રોડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઈ) મુંબઈની જાણતી લો ફર્મ સિરિલ અરમચંદ મંગળદાસ પર દરોડા કર્યા હતા. આ દરોડા ગયા અઠવાડિયે કરવામાં આવ્યા હતા. જેની જાણકારી પાછળથી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડની જાણકારીના એક મહિના પહેલા નીરવ મોદીએ આ ફર્મને કામ સોંપ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Fraud, Nirav Modi, PNB, Reveals

    આગામી સમાચાર