નવી દિલ્હી : જો તમે પતંજલિ પ્રોડક્ટ્સ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો (Credit Card)ઉપયોગ કરો છો તો તમારા માટે પીએનબી પતંજલિ રુપે સેલેક્ટ કાર્ડ (PNB Patanjali Rupay Select Card)એક શાનદાર કાર્ડ સાબિત થઇ શકે છે. હાલમાં જ પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)અને યોગ ગુરુ બાબા રામદેવની (Baba Ramdev)પતંજલિ આયુર્વેદ લિમિટેડે (Patanjali Ayurved Limited)નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈની (NPCI)સાથે મળીને તેને રજુ કર્યું છે. આ કાર્ડને તે બધા મર્ચેન્ટ આઉટલેટ કે ઓનલાઇન વેબસાઇટ પર ઉપયોગ કરી શકાય છે, જે રુપે (RuPay) કાર્ડ સ્વીકારે છે.
પંજાબ નેશનલ બેંકની વેબસાઇટના મતે આ કાર્ડ બે વેરિએન્ટ- પીએનબી પતંજલિ રુપે સેલેક્ટ કાર્ડ અને પીએનબી પતંજલિ રુપે પ્લેટિનમ કાર્ડમાં ઉપલબ્ધ છે. હાલ પીએનબી પતંજલિ રુપે સેલેક્ટ કાર્ડના ફિચર્સ પર ચર્ચા કરીશું.
1. પીએનબી પતંજલિ રુપે સેલેક્ટ કાર્ડ હોલ્ડર્સને પ્રથમ વખત કાર્ડના ઉપયોગ કરવા પર 300 રિવોર્ડ પોઇન્ટ મળશે.
2. આ કાર્ડ દ્વારા રિટેલ મર્ચેડાઇઝ પર ઉપયોગ કરવા પર 2X રિવોર્ડ પોઇન્ટ આપવામાં આવશે.
3. આ કાર્ડ દ્વારા પતંજલિ સ્ટોર્સ પર કાર્ડ હોલ્ડર્સ 2500 રૂપિયાથી વધારે લેણદેણ પર 2 ટકાના દરથી કેશબેક પ્રાપ્ત કરી શકશે. જોકે પ્રતિ ટ્રાન્ઝેક્શન કેશબેકની લિમિટ 50 રૂપિયા રહેશે.
4. પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ (Patanjali Swadeshi Samridhi Card)ગ્રાહકોને આ ક્રેડિટ કાર્ડના ઉપયોગ કરીને રિચાર્જ કરવા પર 5-7% એડિશનલ કેશબેક આપવામાં આવશે.
5. આ કાર્ડ કોન્ટેક્ટલેસ ટેકનોલોજીથી લેસ છે જેમાં ગ્રાહકોને ટેપ એન્ડ પે ની સુવિધા પણ મળે છે. એટલે કે કાર્ડને સ્પાઇપ કર્યા વગર પીઓએસ મશીન પર ફક્ત ટેપ કરીને પેમેન્ટ કરી શકાય છે. આ ક્રેડીટ કાર્ડમાં બીજી પણ ઘણી ઓફરો આપવામાં આવી છે.