નવી દિલ્હી. પંજાબ નેશનલ બેન્ક સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા તમારી દીકરી માટે 15 લાખ રૂપિયાનું ફંડ તૈયાર કરવામાં મદદ કરી શકે છે. પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) વતી ગ્રાહકોને સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana)ની સુવિધા આપવામાં આવે છે, જેના હેઠળ તમે વાર્ષિક 250 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજનામાં નાણાંનું રોકાણ કરીને તમે તમારી દીકરીના શિક્ષણ (Girl Child Education) અથવા લગ્ન (Marriage) માટે સરળતાથી એક સારું ભંડોળ એકત્રિત કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેન્કે ટ્વીટ કરીને આ યોજનાના ફાયદા શેર કર્યા છે-
સરકારે આ યોજનાને 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનના (Beti Bachao, Beti Padhao Yojana) ભાગરૂપે શરૂ કરી હતી. આ યોજનામાં એક માતાપિતા અથવા અન્ય વાલી એક દીકરીના નામે માત્ર એક ખાતું ખોલી શકે છે અને બે અલગ-અલગ પુત્રીઓના નામે વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકે છે.
PNBએ કર્યું ટ્વિટ
પંજાબ નેશનલ બેન્કે તેના ટ્વીટમાં લખ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓ માટે નાની બચત યોજના ચલાવવામાં આવી રહી છે. જેની મદદથી તમે તેમના સારા ભવિષ્ય માટે પાયો નાંખી શકો છો. આ યોજના દ્વારા તમે તમારી પુત્રીના સપનાને સાકાર કરી શકો છો.
बेटियों के लिए केंद्र सरकार की तरफ से एक छोटी सी बचत योजना है ताकि आप उनके बेहतर भविष्य की नींव रख सकें।
- આ સ્કીમમાં તમને ટેક્સ પર છૂટ મળે છે.
- આ યોજનામાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 અને મહત્તમ 1,50,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો.
- આ સાથે જ ઊંચા વ્યાજ દરનો લાભ પણ મળે છે.
હાલ સુકન્યા સમૃદ્ધિ યોજના પર વાર્ષિક વ્યાજ દર 7.6 ટકા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા દર ત્રણ મહિને આ વ્યાજ દરની સમીક્ષા કરીને સુધારો કરવામાં આવે છે. ઘણી નાની બચત યોજનાઓના વ્યાજ દર પર દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહકોને આ યોજનામાં ટેક્સ મુક્તિનો લાભ પણ મળે છે.
આ ખાતું ક્યારે મેચ્યોર થાય છે?
ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ બાદ અથવા તમારી પુત્રી 18 વર્ષની થવા પર તેના લગ્ન સમયે (લગ્નની તારીખના 1 મહિના પહેલા અથવા ત્રણ મહિના પછી) ખાતું મેચ્યોર થાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે ફોર્મ સાથે પુત્રીનું જન્મ પ્રમાણપત્ર પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જમા કરાવવું પડશે. આ ઉપરાંત બાળક અને માતા-પિતાનું ઓળખ કાર્ડ (પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ) અને તેમનો રહેઠાણનો પુરાવો (પાસપોર્ટ, રેશન કાર્ડ, વીજળીનું બિલ, ટેલિફોન બિલ, પાણીનું બિલ) સબમિટ કરવા પડશે.
ઉલ્લેખનીય છે કે, જો તમે આ યોજનામાં દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો, એટલે કે 36000 રૂપિયા વાર્ષિક રોકાણ કરતાં 14 વર્ષ બાદ તમને 7.6 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા હશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર