ન્યૂઝ18 ગુજરાતી: પંજાબ નેશનલ બેંક (PNB)માં 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર નીરવ મોદી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નવી ચાર્જશીટ દાખલ કરી છે. નીરવ મોદી હાલ લંડનમાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નીરવ મોદી લંડનના પોશ વિસ્તારમાં એક બહુ જ મોંઘા એપાર્ટમેન્ટમાં રહે છે. સાથે જ ત્યાં તેણે હીરાનું બિઝનેસ પણ શરૂ કરી દીધું છે.
ભારતીય એજન્સીઓએ નીરવ મોદીના પ્રત્યર્પણ માટે ગયા વર્ષે જ યુકે સરકારને અરજી આપી હતી. પ્રત્યર્પણની અરજી મળ્યાની પુષ્ટિ યુકે સરકારે પણ કરી છે. ત્યાં જ સરકારે શનિવારે જણાવ્યું કે, ભારતીય એજન્સીઓની માગને કોર્ટમાં રિફર કરવામાં આવી છે.
નીરવ મોદીએ હવે દાઢી-મૂંછ રાખી લીઘી છે. તે ઓસ્ટ્રિચ હાઇડનું જેકેટ પહેરીને ફરે છે, જેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે. નીરવ મોદીએ તેના બિઝનેસને 'ઘડિયાણ અને જ્વેલરીની હોલસેલ અને રિટેલ દુકાન' તરીકે રજિસ્ટર્ડ કરાવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, તેણે આ કંપની ગયા વર્ષે જ શરૂ કરી છે અને કંપનીના ડાયરેક્ટરમાં તેનું નામ નથી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર