હોમ-કાર લોન પર PNBની ખાસ ઓફર, આ ચાર્જમાંથી મળશે મુક્તિ!

News18 Gujarati
Updated: March 17, 2019, 4:45 PM IST
હોમ-કાર લોન પર PNBની ખાસ ઓફર, આ ચાર્જમાંથી મળશે મુક્તિ!
હોમ-કાર લોન પર PNBની ખાસ ઓફર

જો તમે આ મહિને ઘર અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારો ચાન્સ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: જો તમે આ મહિને ઘર અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારો ચાન્સ છે. કેમ કે, સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB) પોતાના ગ્રાહકો માટે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર લઇને આવી છે. બેંક લોન પર અપફ્રંટ/પ્રોસેસિંગ ફીસ અને ડોક્યુમેન્ટેશન ચાર્જ વસૂલે છે. પરંતુ PNB હોમ લોન, કાર લોન અને ટુ-વ્હીલર લોન લેનારાઓ પાસેથી કોઇપણ ફીસ નથી લઇ રહી. ચાલો જાણીએ, ક્યાં સુધી આ ઓફરનો લાભ લઇ શકાશે...

PNBની હોમ-ઓટો લોન સસ્તી

પીએનબીએ વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. આ ઘટાડો જુદી-જદી સમયમર્યાદાને આધારે નક્કી કરવામાં આવ્યો છે. તે 1 માર્ચ, 2019થી લાગુ છે. અત્યાર સુધી વ્યાજ દર 8.55 ટકા હતો, હવે તેમાં ઘટાડો કરી 8.45 ટકા કરવામાં આવ્યો છે. ત્યાં જ, ત્રણ વર્ષ માટેના દેવા માટે વ્યાજ દર 8.65 ટકા નક્કી કરવામાં આવ્યો છે.

 આ પણ વાંચો: માત્ર 1.50 લાખથી શરૂ કરો સોયા મિલ્ક બિઝનેસ, દર મહિને થશે આટલી કમાણી

ક્યાં સુધી મળશે લાભ

PNBની ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર 31 માર્ચ, 2019 સુધી માન્ય રહેશે. જો તમે ઘર, કાર અથવા બાઇક ખરીદવા માગો છો તો પીએનબીની આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. તમે પ્રોસેસિંગ ફીસ ન ભરી નાણાં બચાવી શકો છો.
First published: March 17, 2019, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading