PNB Alert! બેંકે ગ્રાહકોને કર્યા સાવધાન, ના કરતા આવી ભૂલ, નહીંતર...

છેલ્લા કેટલાક સમયથી દેશમાં બેન્કિંગ છેતરપિંડી અને સાઇબર ફ્રોડના મામલા વધી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં બેન્કિંગ છેતરપિંડી અને સાઇબર ફ્રોડના મામલા વધી રહ્યા છે.

  • Share this:
પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને બેન્કિંગ છેતરપિંડીને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને ફિશિંગથી સાવધાન રહેવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશભરની બધી જ બેંકો તેના ગ્રાહકોને અવારનવાર આવી છેતરપિંડીથી દૂર રહેવા માટે એલર્ટ કરતી જ હોય છે. PNB પહેલા દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ છેતરપિંડી અંગે પોતાના ગ્રાહકોને ચેતવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં બેન્કિંગ છેતરપિંડી અને સાઇબર ફ્રોડના મામલા વધી રહ્યા છે. જેને લઇને બેંકો એલર્ટ આપી રહી છે. આ પહેલા ભારત સરકારે પણ એડવાઈઝરી જારી કરીને મોટા સાયબર એટેકની સંભાવના વ્યક્ત કરી હતી અને જાહેર સંસ્થાઓને પણ ચેતવણી આપી હતી.

હાર્દિક પટેલની CM રૂપાણીને વિનંતી, 'ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા અમને કામ આપો'

પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને ઘણા પ્રકારની ચેતવણી આપી છે. PNBએ એક ટ્વીટ દ્વારા ફિશિંગ ગોટાળાથી સાવધાન રહેવા માટે કહ્યું છે. બેંકે તેના ગ્રાહકોને કહ્યું હતું કે, એક નાની ભૂલથી તમારું આખું એકાઉન્ટ ખાલી થઇ શકે છે. સાથે જ બેંકે આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કેટલીક તરકીબો પણ જણાવી છે.

લો બોલો! રાજકોટમાં જાણીતો આઈસ ગોલાવાળો રાત્રી કર્ફ્યૂમાં કરતો હતો હોમ ડિલીવરી, ઝડપાયો

અગાઉ પણ બેંકે એલર્ટ જારી કરીને ગ્રાહકોને છેતરપિંડીવાળા કોલ્સથી સતર્ક રહેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકો પોતાને બેન્કના કર્મચારી જણાવીને ગ્રાહકોને છેતરી રહ્યા છે. તેઓ ફોન કરીને ગ્રાહકો પાસેથી ખાતા અંગેની જાણકારી મેળવી લે છે અને તેમના ખાતામાંથી પૈસા ઉડાવી લે છે. ત્યારે PNBએ પોતાના ગ્રાહકોને આ અંગે ચેતવ્યા છે.

કઈ રીતે બચશો ફ્રોડથી

1. ઓટીપી, પિન, સીવીવી, યુપીઆઈ પિન શેર કરશો નહીં.
2. જો બેંક ખાતામાંથી પૈસા ઉપડી જાય તો શું કરવું.
3. ક્યારેય પણ ફોનમાં બેંકિંગની માહિતી સેવ ન કરશો.
4. એટીએમ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની માહિતી શેર ન કરશો.
5. બેંક ક્યારેય કોઈ માહિતી માંગતી નથી.
6. ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે સાવધાની રાખવી.
7. તપાસ કર્યા વિના સોફ્ટવેર ઇન્સ્ટોલ ન કરશો.
8. અજાણી લિંક્સ તપાસો.
9. સ્પાયવેરથી બચીને રહો.
First published: