રોકાણકારો પર પણ PNB ષડયંત્રની અસર, 9500 કરોડ રૂપિયા ડૂબ્યા

News18 Gujarati
Updated: February 16, 2018, 3:40 PM IST
રોકાણકારો પર પણ PNB ષડયંત્રની અસર, 9500 કરોડ રૂપિયા ડૂબ્યા

  • Share this:
પંજાબ નેશનલ બેંકમાં થયેલ 11400 કરોડ રૂપિયાના મહાકૌભાંડને કારણે સામાન્ય રોકાણકારો પર પણ અસર પડી છે. આ કૌભાંડમાં પીએનબી સાથે ગીતાંજલી જેમ્સનું નામ આવવાથી કંપનીઓના રોકાણકારોને ભારે કિંમત ચુકવવી પડી છે. કૌભાંડ પછી માત્ર 3 દિવસોમાં જ રોકાણકારોના લગભગ 9500 કરોડ રૂપિયા ડુબી ગયા છે.

પીએનબીના શેરની કિંમત 120 રૂપિયાની આસપાસ
પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડને કારણે ગત ત્રણ દિવસોમાં સ્ટોક્સમાં 23.60 ટકાનો ભારે કડાકો આવ્યો છે. પીએનબીના રોકાણકારોના લગભગ 9246.19 કરોડ રૂપિયા ડુબી ગયા છે. 12 ફેબ્રુઆરીના રોજ પીએનબીનો માર્કેટ કેપ 39178.17 કરોડ રૂપિયા હતા. જ્યારે 16 ફેબ્રુઆરીના રોજ આ ઓછું થઈને 29932 કરોડ રૂપિયા થઈ ગયા છે.

આ જ રીતે ગીતાંજલિ જેમ્સ લિમિટેડનો સ્ટોક ત્રણ દિવસોમાં 40 ટકાથી વધારે તૂટ્યો છે. સ્ટોક્સમાં કડાકાના 3 દિવસોમાં આના રોકાણકારોના 300 કરોડ રૂપિયાનું નુકશાન થઈ ગયું છે. 12 ફેબ્રુઆરીના રોજ કંપનીનું માર્કેટ કેપ 745.49 કરોડ રૂપિયા હતો. જે આજે ઓછું થઈને 16 ફેબ્રુઆરી એટલે આજે લગભગ 445 કરોડ રૂપિયા થઈ ગયું છે. પંજાબ નેશનલ બેંકના બુધવારેના રોજ બીએસઈને જણાવ્યું હતું કે આ ઘોટાળામાં કેટલાક એકાઉન્ટ હોલ્ડર્સને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી છે. આ એકાઉન્ટસ માટે 11330 કરોડ રૂપિયાનું ટ્રન્ઝેક્શન થયું છે.
First published: February 16, 2018, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading