આ બેંકમાં ખોલાવો ખાતુ, મળશે 3 ડેબિટ કાર્ડ

News18 Gujarati
Updated: June 17, 2019, 9:27 AM IST
આ બેંકમાં ખોલાવો ખાતુ, મળશે 3 ડેબિટ કાર્ડ
બેંકે તેના બચત ખાતાધારકોને ત્રણ ડેબિટ કાર્ડ આપવાનું જાહેર કર્યું છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંક (PNB) એ ગ્રાહકોને મોટી સુવિધા આપી છે. બેંકે તેના બચત ખાતાધારકોને ત્રણ ડેબિટ કાર્ડ આપવાનું જાહેર કર્યું છે.

  • Share this:
અનેક વખત બચત ખાતું ખોલાવવા માટે બેંકમાં એક ડેબિટ કાર્ડ જાહેર કરે છે. પરંતુ એક સરકારી બેંક બચત ખાતાઓ ખોલાવવા માટે ત્રણ ડેબિટ કાર્ડની ઓફર કરે છે, દેશની સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) એ ગ્રાહકોને મોટો ફાયદો આપ્યો છે. બેંકે તેના બચત ખાતાધારકોને ત્રણ ડેબિટ કાર્ડ આપવાનું જાહેર કર્યું છે. પી.એન.બી.એ કહ્યું છે કે તેનો ઉપયોગ અન્ય પારિવારિક સભ્યો દ્વારા કરી શકાય છે.

એક જ ખાતાથી લીંક થશે ત્રણેય ડેબિટ કાર્ડ્સ

બેંકે ટ્વિટ કર્યું છે કે આ સુવિધા મેળવવા માંગતા તમામ ગ્રાહકો તેમની બેંક શાખા પર જઈ શકે છે અને તેના માટે અરજી કરી શકે છે. બેંક અનુસાર, ખાતાધારકના પરિવારના સભ્ય (માતાપિતા, પત્ની અને બાળકો) વધારાના કાર્ડ લઈ શકે છે. જો કે આ કાર્ડ્સમાંથી પૈસા ફક્ત પી.એન.બી.ના એટીએમમાંથી જ આવશે. અન્ય બેંકના એટીએમ પર માત્ર કાર્ડનો જ ઉપયોગ થશે. ગ્રાહકોનો બે એક્સ્ટ્રા કાર્ડ જે મળશે તેના પર પ્રાઇમરી કાર્ડ ધારકની ડિટેલ્સ જ હશે.

આ પણ વાંચો: હવે બેંકમાં ઝીરો બેલેન્સ ખાતાધારકોને મફત મળશે આ સુવિધા

તેઓને મળશે આ સુવિધા

આ સુવિધા ફક્ત તે ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હશે જે તેમના કેવાયસી અપડેટ્સ રાખે છે, લઘુતમ બેલેન્સ જાળવી રાખે અને હંમેશાં તેમના ખાતા સાથે નાણાં વ્યવહાર કરે છે. પી.એન.બી.માં બચત ખાતું ખોલાવતી વખતે નવા ગ્રાહકો આ સુવિધા લઈ શકે છે. તમે બેંક શાખામાં વ્યક્તિગત ડેબિટ કાર્ડ માટે અરજી કરી શકો છો. આ હેઠળ, રુપે અને માસ્ટરકાર્ડ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.


રૂ. 1 લાખ સુધીની ફંડ ટ્રાન્સફર

આવા કાર્ડ ધારકો દરરોજ પી.એન.બી. એટીએમમાંથી એક લાખ રૂપિયાનું ટ્રાન્સફર કરી શકશે. નામ વગરના અને ફોટો વાળા ડેબિટ કાર્ડ તાત્કાલિક જાહેરી કરવામાં આવે છે.
First published: June 17, 2019, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading