પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)એ પ્રાઈવેટ વિમાન કંપની જેટ એરવેજને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે શુક્રવારે સાંજે એક અરજન્ટ મીટિંગ બોલાવી છે. સૂત્રો અનુસાર, નાગરીક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ પહેલા જેટ એરવેજથી સંબંધિત મુદ્દાઓ પર વિભાગના સચિવ સાથે વાતચીત કરી, ત્યારબાદ આ બેઠક બોલાવવામાં આવી છે.
જેટ એરવેજની મુશ્કેલીઓ સળંગ વધી રહી છે. જેટ એરવેજે શુક્રવારે સોમવાર સુધીની તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ્દ કરી દીધી છે.સ્ટેટ બેન્કના નેતૃત્વવાળી બેન્કોના સમૂહ દ્વારા હિસ્સેદારીના વેચાણ માટે આમંત્રિત બોલીની સમયસીમા શુક્રવારે સમાપ્ત થઈ ગઈ.
આ પહેલા એરલાયન્સે શેર બજારોને સૂચિત કર્યું હતું કે, આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પટ્ટા પર વિમાન આપનારી કંપનીઓને ચૂકવણી નથી તઈ રહી. જેના કારણે 10 અન્ય વિમાન ઉભા કરી દેવા પડ્યા છે.
જ્યારે સંયુક્ત અરબ અમિરાત (યૂએઈ)ની મોટી એવિએસન કંપની એતિહાદ એરવેજ દુનિયામાં મોંઘી હવાઈ યાત્રા માટે ઓળખવામાં આવે છે. હવે આ કંપની જેટ એરવેજમાં પોતાની ભાગીદારી વધારી 49 ટકા કરવાની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે, જેટ એરવેજની મુશ્કેલીઓ સળંગ વધી રહી છે. કંપનીએ મુંબઈ-સિંગાપુર જતી તમામ ઉડાન રોકી દીધી છે. જ્યારે, જેટ એરવેજના ભાગના વેચાણની હરાજીની તારીખ વધારી 12 એપ્રિલ કરી દેવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર