PMC બેંકના બરતરફ MD જૉય થૉમસે જુનૈદ ખાન બની કેવી રીતે લગાવ્યો કરોડોનો ચૂનો?

News18 Gujarati
Updated: October 15, 2019, 12:57 PM IST
PMC બેંકના બરતરફ MD જૉય થૉમસે જુનૈદ ખાન બની કેવી રીતે લગાવ્યો કરોડોનો ચૂનો?
પીએમસી બેંકના બરતરફ કરાયેલા એમડી જૉય થૉમસની ફાઇલ તસવીર (Image: Twitter)

વર્ષ 2012થી પીએમસી બેંક સાથે ફ્રોડની શરૂઆત થઈ, ત્યારથી જૉય થૉમસ કાવતરું રચી રહ્યો હતો

  • Share this:
નવી દિલ્હી : પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC Bank)માં થયેલા ગોટાળાની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આશ્ચર્યમાં મૂકનારા ખુલાસા થઈ રહ્યા છે. નવો ખુલાસો PMC બેંકના બરતરફ કરાયેલા મેનેજિંગ ડાયરેક્ટર જૉય થૉમસ (Joy Thomas) વિશે થયો છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું છે કે મુંબઈ પોલીસના ઇકોનૉમિક ઑફેન્સિ વિંગે જૉય થૉમસની સીધી લિંક PMC બેંક સંકટ અને છેલ્લા 7 વર્ષમાં 10 પ્રોપર્ટીની ખરીદી સાથે જોડી છે.

અધિકારીના જણાવ્યા મુજબ, જૉય થૉમસે છેલ્લા 7 વર્ષમાં 10 પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટી તેઓએ પોતના નામે નહીં પરંતુ નામ બદલીને ખરીદી છે. આ પ્રોપર્ટી વિશે વિગત એવી આપવામાં આવી છે કે જુનૈદ ખાને આ લગ્ન કરવા માટે ઊભી કરી છે. આ તમામ પ્રોપર્ટી જૉય થૉમસના બદલાયેલા નામ જુનૈદ ખાન અને તેની બીજી પત્નીના નામે છે. મોટાભાગની પ્રોપર્ટી 2012 બાદ ખરીદવામાં આવી છે.

બરતરફ મેનેજિંગ ડાયરેક્ટર અંગે રોજ થઈ રહ્યા છે નવા ખુલાસા

નોંધનીય છે કે, આ જ કારણ હતું જ્યારે પહેલીવાર PMC બેંકમાં લોન ફ્રલડની શરૂઆત થઈ હતી, જેનો ખુલાસો ગયા મહિને થયો હતો. જોકે, ઇકોનોમિક આફેન્સિ વિંગ હજુ 10 પ્રોપર્ટી અને PMC બેંકમાં થયેલા ગોટાળાની વચ્ચે લિંક નથી જોડી શકી.

અત્યાર સુધી કેટલી ધરપકડ થઈ?

જૉય થૉમસ એ 4 લોકોમાં સામેલ છે, જેમની પીએમસી બેંકના 4,355 કરોડ રૂપિયાના ફ્રૉડમાં ધરપકડ કરવામાં આવી છે. થૉમસની 4 ઑક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. તેની પર હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)ની લોનને RBIથી છુપાવવાનો આરોપ છે.બેંકના લોન બુકની લગભગ 73 ટકા લોન HDILના નામે છે. પીએમસી બેંકમાં 4355.46 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે અને તેમાંથી 2145.78 કરોડ રૂપિયાની લોન HDILના ડાયરેક્ટર્સ રાકેશ વધાવન અને સારંગ વધાવનને આપવામાં આવી છે.

આ પણ વાંચો,

PMC Scam: બેંકમાં ફસાયા 90 લાખ રૂપિયા, ખાતાધારકનું હાર્ટ અટેકથી મોત
IRCTCના શૅર ખરીદનારા થયા માલામાલ, એક દિવસમાં મળ્યો 100 ટકાથી વધુનો નફો
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर