વડાપ્રધાન મોદી ગુરુવારે PM મત્સ્ય સંપદા યોજના અને ઈ-ગોપાલ એપનું કરશે લૉન્ચિંગ

5 વર્ષના ગાળામાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં 20,050 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે

5 વર્ષના ગાળામાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં 20,050 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 10 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (Pradhan Mantri Matsya Sampada Yojana-PMMSY)નું વિધિવત રીતે ડિજિટલ માધ્યમની મદદથી લૉન્ચ કરશે. પીએમ આ ઉપરાંત ઇ-ગોપાલ એપ (e-Gopala App)ને પણ લૉન્ચ કરશે. ઇ-ગોપાલ ખેડૂતોને સીધી રીતે પશુ જાતોના વિકાસનું માર્કેટ અને માહિતી આપતું પોર્ટલ છે.

  આ પ્રસંગે બિહારમાં હાથ ધરવામાં આવી રહેલી માછીમારી અને પશુપાલનને લગતી પહેલોને પણ વડાપ્રધાન લૉન્ચ કરશે. બિહારના ગવર્નર અને મુખ્યમંત્રી ઉપરાંત મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેબિનેટ તથા રાજ્યકક્ષાના મંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

  પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દેશમાં મત્સ્ય પાલન ક્ષેત્રને કેન્દ્રિત અને સતત વિકાસ માટે એક અગત્યની યોજના છે. આ યોજના હેઠળ વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2024-25 સુધી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પાંચ વર્ષની અવધિ દરમિયાને તેના અમલીકરણ માટે 20,050 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ યોજના આત્મનિર્ભર ભારત પેકેજના એક ભાગ રૂપે લૉન્ચ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, PM Kisan યોજનામાં સામે આવ્યું 110 કરોડનું કૌભાંડ, અનેક અધિકારી સસ્પેન્ડ

  ભારત સરકારે દરિયાઇ અને આંતરિક મત્સ્યઉછેરના સંકલિત, સ્થાયી અને સર્વસમાવેશક વિકાસ માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની ઘોષણા કરી છે. દરિયાઇ તેમજ આંતરિક જળાશયોમાં માછીમારી અને મત્સ્યપાલનની કામગીરી માટે નાણની ફાળવણી કરવામાં આવી છે.

  મત્સ્ય ઉદ્યોગ માટેની માળખાગત સુવિધાઓ જેવી કે માછલી પકડવા માટેના બંદરો, કોલ્ડ ચેઇન, બજારો વગેરે માટે રૂપિયા 9 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. કેજ કલ્ચર, શેવાળનો ઉછેર, સુશોભન માટેના મત્સ્યપાલન તેમજ માછીમારી માટે નવા જહાજો, ટ્રેસેબિલિટી, લેબોરેટરી નેટવર્ક વગેરેને મુખ્ય પ્રવૃત્તિ તરીકે ધ્યાને લેવામાં આવશે. આ સાથે જ માછીમારોના હિતને ધ્યાને લઇ માછીમારોને પ્રતિબંધિત સમયગાળામાં એટલે કે માછીમારી કરવાની મંજૂરી ન હોય તેવા સમયગાળા દરમિયાન ટેકા સ્વરૂપે રાહત કે સહાય, વ્યક્તિગત અને હોડીના વીમાની જોગવાઇઓ પણ કરવામાં આવી છે.

  આ પણ વાંચો, Akshay Kumar Birthday: અક્ષયના પ્રશંસકોને બર્થડે ગિફ્ટ, બેલબૉટમનો ધાકડ લુક સામે આવ્યો

  સરકારના આ મહત્વના આર્થિક પેકેજ તેમજ પગલાંઓથી આગામી 5 વર્ષના ગાળામાં 70 લાખ ટન માછલીના વધારાના ઉત્પાદન તરફ માછીમારીનો વ્યયસાય આગળ વધશે. દેશની નિકાસ અંદાજે બમણી થઇને રૂપિયા 1 લાખ કરોડ જેટલી થશે. દેશમાં 55 લાખથી વધારે વ્યક્તિઓને માટે રોજગારીની તકો મળશે. એકંદરે નવા આર્થિક પેકેજથી માછીમારોને સુવિધા મળશે અને મત્સ્યઉદ્યોગનો વિકાસ થશે.
  Published by:Mrunal Bhojak
  First published: