Home /News /business /5G Service Launch: વડાપ્રધાન મોદી આજે 5G સર્વિસ લોન્ચ કરશે, ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસનું પણ લોકાર્પણ

5G Service Launch: વડાપ્રધાન મોદી આજે 5G સર્વિસ લોન્ચ કરશે, ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસનું પણ લોકાર્પણ

5G નેટવર્કને લીધે અનેક ટેક્નોલોજિકલ બદલાવ આવે તેવી શક્યતા છે.

5G Service Launch: વડાપ્રધાન મોદી આજે 5જી સર્વિસ લોન્ચ કરશે. ત્યારબાદ 1થી 4 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસની છઠ્ઠી આવૃત્તિનું પણ લોકાર્પણ કરશે. મહત્ત્વનું છે કે, 5જી સર્વિસ આવ્યાં બાદ દરેક ક્ષેત્રે અનેક બદલાવ આવશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5જી સર્વિસ લોન્ચ કરશે. આ સાથે જ તેઓ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસની 6ઠ્ઠી એડિશનનું પણ લોકાર્પણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં દેશના અમુક શહેરમાં જ 5G સર્વિસ લોન્ચ થશે અને ધીમે ધીમે સમગ્ર ભારતમાં આ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અલ્ટ્રા હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસને લીધે ઘણી નવી તકો સર્જાશે અને દેશને એક નવી જ દિશામાં લઈ જશે.

અનેક ટેક્નોલોજિકલ બદલાવ આવશે


અંદાજે વર્ષ 2025 સુધીમાં 5G સર્વિસનું નેટવર્ક 450 બિલિયન ડોલર જેટલું વધશે તેવી આશા છે. ચીન પછી બીજા નંબરના સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટમાં તેને લીધે ઘણાં ટેક્નોલોજિકલ બદલાવ આવે તેવી શક્યતા છે. અધિકારીએ જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી ઓક્ટોબર 2022ના દિવસે 5G સર્વિસ લોન્ચ કરશે અને દિલ્હીના પ્રગતિ મેદાનમાં 1થી 4 ઓક્ટોબર દરમિયાન 6ઠ્ઠી ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ 2022નું લોકાર્પણ કરશે.


5G સર્વિસ વિશે એ બધું જે તમે જાણવા માગો છો


1. 5G 4G કરતાં અનેક ગણી વધુ સ્પીડ આપશે અને આ સાથે જ લેગ ફ્રી કનેક્ટિવિટી પણ આપશે. તે એકસાથે બિલિયન કનેક્ટેડ ડિવાઇસને રિઅલ ટાઇમ ડેટા પૂરો પાડવા માટે સક્ષમ હશે.

2. આ સર્વિસ હજારોના ટોળામાં પણ ગણતરીની સેકન્ડમાં જ હાઇક્વોલિટી અને ફૂલ લેન્થ વીડિયો અથવા મૂવીઝ પણ અલ્ટ્રા-લો ટેન્ડેન્સીના માધ્યમથી ડાઉનલોડ કરી શકાશે.

3. 5જી સર્વિસને લીધે ઇ-હેલ્થ, મોબાઇલ ક્લાઉડ ગેમિંગ, વાહનોની કનેક્ટિવિટી વગેરે જેવી સુવિધાઓ વધુ સારી બનશે.

4. હાઇ સ્પીડ ઇન્ટરનેટને લીધે સ્ટાર્ટઅપ અને બિઝનેસ એન્ટરપ્રાઇઝ તથા ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ સારું બનાવી શકાશે.

5. 5G સર્વિસને લીધે IoT (Internet of Things), M2M (Machine-to-Machine communication), AI (Artificial Intelligence), અને રોબોટિક્સ જેવા ક્ષેત્રમાં પણ ખૂબ જ સુધારો આવી શકશે.

6. 5G હરાજીની રિલાયન્સ જિઓ, ભારતી એરટેલ, ગૌતમ અદાણી ગ્રુપ તથા વોડાફોન આઇડિયાએ 1.5 લાખ કરોડ સુધીની બોલી લગાવી છે.

7. મુકેશ અંબાણીની જિયોએ રૂપિયા 88,078 કરોડની બિડ સાથે વેચાયેલી તમામ એરવેવ્સમાંથી લગભગ અડધી ખરીદી કરી હતી, જ્યારે સુનીલ મિત્તલે રૂપિયા 43,084 કરોડની સફળ બિડ કરી હતી. ત્યારબાદ વોડાફોન આઇડિયા લિમિટેડે રૂપિયા 18,799 કરોડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું અને અદાણીએ 400 MHz માટે રૂપિયા 212 કરોડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. અદાણી જૂથે 26 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. તે એન્ડ-ટુ-એન્ડ કોમ્યુનિકેશન માટે ખાનગી નેટવર્ક સ્થાપવા માટે યોગ્ય છે.

8. ટેક્નોલોજી વિકસાવવા માટે DoT એ IITs, IISc બેંગલુરુ અને SAMEERની મદદથી 5G ટેસ્ટબેડ સેટ કર્યો હતો.
First published:

Tags: 5G, 5G in India, What is 5g