PM-KISAN: કાલે 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા, આપનું નામ આ યાદીમાં છે કે નહીં?

PM-KISAN: કાલે 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા, આપનું નામ આ યાદીમાં છે કે નહીં?
ફટાફટ ચેક કરી લો કે આપના ખાતામાં નાણા આવવાના છે કે નહીં અને જો યાદીમાં નામ ન હોય તો તમે આવી રીતે ફરિયાદ પણ કરી શકો છો

ફટાફટ ચેક કરી લો કે આપના ખાતામાં નાણા આવવાના છે કે નહીં અને જો યાદીમાં નામ ન હોય તો તમે આવી રીતે ફરિયાદ પણ કરી શકો છો

  • Share this:
    નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 25 ડિસેમ્બરના રોજ એટલે કે કાલે 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ (PM-KISAN)નો આગામી હપ્તો (pm kisan 7th installment) જમા કરવા જઈ રહી છે. તો તમે ફટાફટ ચેક કરી લો કે આપના ખાતામાં નાણા આવવાના છે કે નહીં અને જો યાદીમાં નામ ન હોય તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો. નોંધનીય છે કે આ સ્કીમ હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને 6 હપ્તામાં નાણા ટ્રાન્સફર કરવામાં આવી ચૂક્યા છે. છેલ્લા 23 મહિનામાં કેન્દ્ર સરકાર 11.17 કરોડ ખેડૂતોને સીધા એક લાખ કરોડ રૂપિયાથી વધુની મદદ આપી ચૂકી છે.

    9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે નાણા



    આ વખતના હપ્તાને લઈને કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવવા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. 25 ડિસેમ્બર, 2020ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં આ નાણા ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

    નોંધનીય છે કે, અનેકવાર ખેડૂત આ સ્કીમમાં પોતાનું રજિસ્ટ્રેશન તો કરાવી લે છે પરંતુ તેના ખાતમાં રકમ જમા નથી થતી. જો આપની સાથે પણ પહેલા આવું થયું છે તો હવે તમે ફટાફટ આ યાદી ચેક કરી લો કે તેમાં આપનું નામ છે કે નહીં. હવે તમે ઘરે બેઠા ખૂબ જ સરળતાથી જાણી શકો છો કે પીએમ કિસાન સન્માન નિધિના નાણા આપને મોકલવામાં આવ્યા છે કે નહીં.

    આ પણ વાંચો, National Consumer Rights Day 2020: જાણો કેટલીક જરૂરી વાતો જે આપના માટે ફાયદારૂપ સાબિત થશે

    તમારો રેકોર્ડ બરાબર છે કે નહીં? આવી રીતે કરો ચેક

    - પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમનો ઓફિશિયલ વેબસાઇટ (pmkisan.gov.in) છે. વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે. તેમાં આપવામાં આવેલા 'Farmers Corner' વાળા ટેબમાં ક્લિક કરવું પડશે.
    - જો આપે પહેલા અરજી કરી છે અને આપનો આધાર યોગ્ય રીતે અપલોડ નથી થયો કે કોઈ કારણે આધાર નંબર ખોટો નોંધાયો છે તો તેની જાણકારી તેમાં મળી જશે.
    - 'Farmers Corner'માં ખેડૂતોને જાતે જ પીએમ કિસાન યોજનામાં રજિસ્ટર્ડ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
    - તેમાં સરકારે તમામ લાભાર્થીઓની સમગ્ર યાદી અપલોડ કરી દીધી છે. આપની અરજીની સ્થિતિ શું છે તેની જાણકારી ખેડૂત આધાર નંબર/બેંક ખાતું/મોબાઇલ નંબરના માધ્યમથી જાણી શકાય છે.
    - જે ખેડૂતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવે છે તેમના નામ પણ રાજ્ય/જિલ્લા/તાલુકા/ગામના હિસાબથી જોઈ શકાય છે.

    આ પણ વાંચો, પહેલાથી પણ સસ્તો થયો Redmiનો આ લોકપ્રિય સ્માર્ટફોન, 7 હજારથી પણ ઓછી છે કિંમત

    આ પ્રોસેસ કર્યા બાદ હવે તમે જાણી શકશો કે આપનું નામ PM કિસાન સન્માન નિધિમાં છે કે નહીં. જો આપનું નામ રજિસ્ટર્ડ છે તો આપનું નામ મળી જશે. જો યાદીમાં આપનું નામ નહીં હોય તો તમે તે અંગે ફરિયાદ નોંધાવી શકો છો.

    યાદીમાં નામ ન હોય તો શું કરશો?

    નોંધનીય છે કે, અનેક લોકોના નામ અગાઉની યાદમાં હતા, પરંતુ નવી યાદીમાં નથી તો તેની ફરિયાદ તમે પીએમ કિસાન સન્માનના હેલ્પલાઇન નંબર પર નોંધાવી શકો છો. તેના માટે તમારે હેલ્પલાઇન નંબર 011-24300606 પર કૉલ કરી શકો છો. ગઈ વખતે લગભગ એક કરોડથી વધુ લોકોને આ સ્કીમનો લાભ નહોતો મળી શક્યો.
    Published by:Mrunal Bhojak
    First published:December 24, 2020, 14:56 pm

    ટૉપ ન્યૂઝ