Home /News /business /Vande Bharat Express: મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, જાણો સમયપત્રક

Vande Bharat Express: મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, જાણો સમયપત્રક

વંદે ભારત ટ્રેન

જો તમે પણ એક્સપ્રેસ ટ્રેનથી મુસાફરી કરવા ઈચ્છો તો આ સમાચાર તમારા માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ગાંધીનગર- મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપીને રવાના કરશે. વદે ભારત ટ્રેન પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ઉલ્લેખનીય છે કે તેમણે 15 ઓગસ્ટ 2021એ દેશના 75 શહેરોને વંદે ભારત ટ્રેનથી જોડવાની વાત કહી હતી. તે પછીથી રેલવે અધિકારીઓ તેની પર ઝડપથી કામ કરી રહ્યાં છે.

વધુ જુઓ ...
  અમદાવાદ: જો તમે પણ એક્સપ્રેસ ટ્રેનથી મુસાફરી કરવા ઈચ્છો તો આ સમાચાર તમારા માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ગાંધીનગર- મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપીને રવાના કરશે. વદે ભારત ટ્રેન પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ઉલ્લેખનીય છે કે તેમણે 15 ઓગસ્ટ 2021એ દેશના 75 શહેરોને વંદે ભારત ટ્રેનથી જોડવાની વાત કહી હતી. તે પછીથી રેલવે અધિકારીઓ તેની પર ઝડપથી કામ કરી રહ્યાં છે.

  વંદે ભારત સિરિઝની ત્રીજી ટ્રેન મુંબઈથી ગાંધીનગરની વચ્ચે ચાલશે

  મુંબઈ-સેન્ટ્રલથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને બપોરે 12.10 વાગ્યે ગાંધીનગર સ્ટેશને પહોંચશે. આ જ ટ્રેન બપોરે 2.05 કલાકે ગાંધીનગરથી ઉપડીને રાતે 8.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચાલશે અને તેના 3 સ્ટોપ રહેશે.

  મેટ્રો યોજનાના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન થશે

  વડાપ્રધાન શુક્રવારે ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલની વચ્ચે પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપશે. તેઓ સવારે લગભગ 10.30 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશનથી સેમી હાઈ સ્પીડ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપશે. પીએમ મોદી ગાંધીનગરથી કાલુપુર સ્ટ્રેશન જનારી ટ્રેનમાં પણ મુસાફરી કરશે. તેઓ 12925 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી અમદાવાદ મેટ્રો પરિયોજનના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે.

  પીએમ કાલુપુરમાં મેટ્રો ટ્રેનમાં બેસીને થલતેજ સ્થિત દૂરદર્શન કેન્દ્ર પર પહોંચશે, જ્યાં બપોરે લગભગ 12 વાગ્યે એક જનસભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ છે. મોદી સાંજે બનાસકાઠા જિલ્લાના અંબાજી પહોંચશે અને 7200 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓની શરૂઆત કરશે. પછી એક જનસભાને સંબોધિત કર્યા પછી, તેઓ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં આરતી કરશે.

  આ પણ વાંચો: મોદીએ શરૂઆતમાં જ કર્યા સુરતના જમણના વખાણ

  29 હજાર કરોડની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે

  અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને નરેન્દ્ર મોદી ગુરુવારથી શરૂ થયેલા પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ગ્રીન સિગ્નલ આપશે. આ દરમિયાન 29 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી વિવિધ ઢાંચાગત અને વિકાસ સંબંધી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન 29 હજા કરોડના ખર્ચથી વિવિધ ઢાંચાગત અને વિકાસ સંબંધી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેની સાથે જ ઘણી યોજનાઓની આધારશીલા પણ મુકવામાં આવશે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: New strain, Trains, Vande Bharat Express

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन