સાચુ પડી શકે છે મોદી સાથે 'ચા' પીવાનું સપનું, કરવું પડશે આ કામ

News18 Gujarati
Updated: June 4, 2019, 3:40 PM IST
સાચુ પડી શકે છે મોદી સાથે 'ચા' પીવાનું સપનું, કરવું પડશે આ કામ
નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

મોદી સરકાર ઈન્કમ ટેક્સ આપનાર લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક નવી યોજના લઈને આવી છે

  • Share this:
મોદી સરકાર ઈન્કમ ટેક્સ આપનાર લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક નવી યોજના લઈને આવી છે. ટેક્સપેયર્સને પ્રોત્સાહિત કરવા આ યોજનાનો આઈડિયા એકદમ નવો છે. સરકારની આ યોજના હેઠળ સૌથી વધારે ટેક્સ ચૂકવનાર લોકોને પ્રધાનમંત્રી અથવા નાણાંમંત્રી સાથે ચા પીવાનો મોકો મળશે. આમ તો સરકાર પહેલાથી જ કેટલાએ નોન-મોનેટરી ઈન્સેટિવ આપતી રહે છે, પરંતુ પીએમની સાથે ચા પર ચર્ચાનો અવસર મળવા પર ટેક્સપેયર્સ વધારે ટેક્સ આપવા માટે પ્રોત્સાહિત તશે.

ઈન્કમ ટેક્સ કલેક્શન વધારવાનું લક્ષ્ય
મિંટના રિપોર્ટ અનુસરા, આ મામલાની જાણકારી રાખનારા લોકોએ જણાવ્યું કે, સરકારની આ કોશિસનો ઈરાદો ઈન્કમ ટેક્સ કલેક્શન વધારવાનો છે. પોતાના બીજા કાર્યકારળમાં નરેન્દ્ર મોદી સરકારની યોજના ટેક્સ સિસ્ટમને વધારે પ્રોગ્રેસિવ બનાવવાની છે. લગભગ સરકાર પોતાના પહેલા બજેટમાં જ આ મુદ્દે જાહેરાત કરી શકે છે.

પહેલા પણ આવા કેટલાએ અવસર આવ્યા, કે જ્યારે નરેન્દ્ર મોદીએ ટેક્સ પેયર્સને ટેક્સ ચુકવવા બદલ ધન્યવાદ કહ્યું. પરંતુ, હવે સાથે ચા પીવાની સ્કિમથી નિશ્ચિત રીતે સરકારના ટેક્સ કલેક્શનમાં વધારો થશે. અત્યાર સુધીમાં ટેક્સ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે ટેક્સ ચુકવનારા લોકોને એપ્રિસિએસન સર્ટિફિકેટ આપે છે.

ઓછા ટેક્સ કલેક્શનથી મળ્યો આઈડીયા
સરકારને ટેક્સ કલેક્શન વધારવાનો આ આઈડીયા એવા સમયમાં આવ્યો જ્યારે 31 માર્ચના રોજ ફાઈનાન્શિયલ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના રિવાઈઝ્ડ ટારગેટથી પણ ઓછો રહ્યો છે. સરકારે 12 લાખ કરોડ રૂપિયા ટેક્સ કલેક્શન કર્યું હતું.સરકાર પોતાના બીજા કાર્યકાળમાં વેલફેયર સ્કીમને વધારવા માંગે છે, જેના માટે સરકારને ઘણા મોટા ફંડની જરૂર પડશે. સરકાર હવે વધારેથી વધારે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિનો ફાયદો આપવા માંગે છે. આનાથી સરકારી ખર્ચ વધશે, જેની ભરપાઈ ટેક્સ કલેક્શનથી જ થઈ શકશે.
First published: June 3, 2019, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading