Home /News /business /Budget 2023: PM મોદી બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓ સાથે કરશે ચર્ચા, અર્થવ્યવસ્થાને ગતિ આપવા પર રહેશે ધ્યાન

Budget 2023: PM મોદી બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓ સાથે કરશે ચર્ચા, અર્થવ્યવસ્થાને ગતિ આપવા પર રહેશે ધ્યાન

PM મોદી બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓ સાથે કરશે ચર્ચા

વડાપ્રધાન મોદી 13 જાન્યુઆરીએ નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે બેઠક કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ દરમિયાન વડાપ્રધાન અર્થવ્યવસ્થાની સ્થિતિ અને આર્થિક વિકાસ દરને ઝડપી બનાવવાના પગલાં અંગે ચર્ચા કરશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: દેશમાં સામાન્ય બજેટની (Budget 2023-24) તારીખ નજીક આવી રહી છે અને ઉદ્યોગ જગતમાં ગરમાગરમી વધી રહી છે. જેને લઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બજેટ પહેલાં શુક્રવારે, 13 જાન્યુઆરીએ નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે બેઠક કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ દરમિયાન પીએમ મોદી અર્થવ્યવસ્થાની સ્થિતિ અને આર્થિક વિકાસ દરને ઝડપી બનાવવાના ઉપાયો પર ચર્ચા કરશે.

    ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર ઘટીને 7 ટકા રહેવાનો અંદાજ છે. વરિષ્ઠ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરશે.

    આ પણ વાંચો: દરેક પ્રવાસી ભારતીય અમારો બ્રાન્ડ એમ્બેસેડર, ભારત ટોચની 5 ઈકોનોમિમાં સામેલ- PM મોદી

    અર્થતંત્રના મોરચે મંથન થશે

    માંગમાં નરમાઈ સાથે દેશનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે ઘટીને 7 ટકા થઈ શકે છે. જો આવું થાય તો ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો દરજ્જો ગુમાવી શકે છે. આંકડા મંત્રાલયના પ્રથમ સત્તાવાર અનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિ દર સાત ટકા રહેશે, જે ગયા નાણાકીય વર્ષ 2021-22માં 8.7 ટકા હતો.

    આ અંદાજ સરકારના અગાઉના 8 થી 8.5 ટકા વૃદ્ધિના અંદાજ કરતા ઘણો ઓછો છે. જોકે, આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 6.8 ટકાના અંદાજ કરતા વધારે છે. જો આ અંદાજ સાચો હશે તો ભારતનો આર્થિક વિકાસ દર સાઉદી અરેબિયા કરતા ઓછો હશે. સાઉદી અરેબિયાનો વિકાસ દર 7.6 ટકા રહેવાનું અનુમાન છે. જણાવી દઈએ કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા હતો. જ્યારે આ સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા 8.7 ટકાના દરે વૃદ્ધિ પામી હતી.

    આ પણ વાંચો: મોદી સરકાર 7 લાખ ઘરોમાં આપશે ફ્રી ડિશ ટીવીની ભેટ, યોજના જાણી લોકો આનંદમાં ઝૂમી ઉઠ્યા

    જણાવી દઈએ કે, સામાન્ય બજેટ પહેલા ઉદ્યોગ અને સામાન્ય માણસને ટેક્સના દરો અને બિઝનેસ સંબંધિત અન્ય સુવિધાઓમાં રાહત મળવાની આશા છે. ઘણી વ્યાપારી સંસ્થાઓએ પ્રિ-બજેટ મીટિંગમાં સરકાર અને નાણામંત્રી સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. જો કે, સરકાર માંગણીઓ સ્વીકારે છે અને સામાન્ય માણસને રાહત આપે છે કે કેમ, તેનો નિર્ણય 1 ફેબ્રુઆરીએ લેવામાં આવશે, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની સામે તેમનું બજેટ જણાવશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Budget 2023, Budget Session, PM Modi પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन