RBIની જાહેરાત બાદ PM મોદીએ કહ્યું, નાના વેપારી, ખેડૂતો અને ગરીબોને ફાયદો થશે

News18 Gujarati
Updated: April 17, 2020, 1:58 PM IST
RBIની જાહેરાત બાદ PM મોદીએ કહ્યું, નાના વેપારી, ખેડૂતો અને ગરીબોને ફાયદો થશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરેલી મોટી જાહેરાતોના કારણે અર્થવ્યવસ્થામાં વેગ આવશે તેવી વડાપ્રધાન મોદીને આશા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરેલી મોટી જાહેરાતોના કારણે અર્થવ્યવસ્થામાં વેગ આવશે તેવી વડાપ્રધાન મોદીને આશા

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણનો વ્યાપ રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લૉકડાઉન (Lockdown)ને 3 મે સુધી લંબાવી દીધું છે. કોરોના સંકટ (Corona Crisis) અને લૉકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા (Indian Economy) ઉપર પણ માઠી અસર પડી છે. ભારતની અર્થવ્યવસ્થાને ફરી પાયા પર લાવવા માટે આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)એ અનેક મોટી જાહેરાતો કરી છે. RBIએ રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate)ને ઘટાડીને બેંકોની જમા રકમ પર વ્યાજ ઓછું કરી દીધું છે. RBI તરફથી આપવામાં આવેલી રાહત અંગે PM મોદીએ આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને ટ્વિટરના માધ્યમથી કહ્યું કે, નાના વેપારીઓ, MSME, ખેડૂતો અને ગરીબોને તેનાથી ફાયદો મળશે.

આ અંગે પીએમ નરેન્ર્વ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, RBIની આજની જાહેરાતથી રોકડનો પ્રવાહ વધશ અને લોન આપૂર્તિમાં સુધાર થશે. આ પગલાઓથી આપણા નાના વેપારીઓ, MSME, ખેડૂતો અને ગરીબોને મદદ મળશે. આ WMAની મર્યાદા વધારીને તમામ રાજ્યોને પણ મદદરૂપ રહેશે.

આ પણ વાંચો, RBIએ વ્યાજ દર ઘટાડ્યા, સામાન્ય નાગરિકો અને અર્થવ્યવસ્થા પર શું થશે અસર?

નોંધનીય છે કે, RBI ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das)એ મોટી જાહેરાત કરતાં રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટીને 3.75 ટકા પર આવી ગયો છે. આ નિર્ણયથી બેંકોને RBIની પાસે જમા રૂપિયા પર ઓછું વ્યાજ મળશે. જેથી બેંકો હવે પોતાની રકમનું અન્ય સ્થળે રોકાણ કરશે. એવામાં માર્કેટમાં તેજી આવવાની આશા છે. તેનાથી બેંકોની પાસે વધુ લિક્વિડિટી રહેશે એટલે કે તેમની પાસે રૂપિયા વધુ હશે. જેથી સામાન્ય નાગરિકોને લોન મેળવવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો, કોરોનાની મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે RBIએ કરી આ મોટી જાહેરાતો
First published: April 17, 2020, 1:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading