Home /News /business /

સરકારની UMANG App લોન્ચ, ગેસ-ટેક્સ સહિત 100 સર્વિસનો ઉઠાવો લાભ

સરકારની UMANG App લોન્ચ, ગેસ-ટેક્સ સહિત 100 સર્વિસનો ઉઠાવો લાભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UMANG મોબાઈલ એપ લોન્ચ કરી દીધી છે. આ એપ્લિકેશન દ્વારા તમે સરકારી વિભાગની અલગ-અલગ 100થી વધારે સર્વિસ યૂઝ કરી શકશો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UMANG મોબાઈલ એપ લોન્ચ કરી દીધી છે. આ એપ્લિકેશન દ્વારા તમે સરકારી વિભાગની અલગ-અલગ 100થી વધારે સર્વિસ યૂઝ કરી શકશો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UMANG મોબાઈલ એપ લોન્ચ કરી દીધી છે. આ એપ્લિકેશન દ્વારા તમે સરકારી વિભાગની અલગ-અલગ 100થી વધારે સર્વિસ યૂઝ કરી શકશો. આ એપને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ અને ઈનફોર્મેશન ટેકનોલોજી અને નેશનલ ઈ-ગવર્નેન્સ ડિવિઝને મળીને બનાવી છે. આ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને માટે છે. આ એપ પર કેન્દ્ર, રાજ્ય, સ્થાનિક સંસ્થાઓ અને વિભિન્ન સરકારી એજન્સીઓની સેવાઓ મળશે. આ એપને દિલ્હીમાં પાંચમી ગ્લોબલ કોન્ફ્રન્સ ઓન સાઈબરસ્પેસમાં રજૂ કરવામાં આવી હતી.સ


ઉમંગ એપમાં ડિજિટલ ઈન્ડિયાની તમામ સેવાઓ સામેલ છે. આમાં આધાર, ડિજિલોકર અને પેગામ સામેલ છે. તે ઉપરાંત આ એપમાં તે બધી જ મોટી સરકારી સેવાઓ એક જગ્યાએ મળી જશે જે અત્યારે એપ, વેબ, એસએમએસ અને આઈવીઆર દ્વારા મળી રહી હતી. ઈ-ગવર્નન્સની વાત કરીએ તો ઉમંગ એપને ટેક્સ ભરવા, એલપીજી સિલિન્ડર બુક કરવા અને પીએફ એકાઉન્ટ માટે ઉપયોગ કરી શકાશે. તે ઉપરાંત સીબીએસઈ રિઝલ્ટને પણ એપ દ્વારા દેખી શકાશે. આ એપ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 10 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. આમાં પેમેન્ટ આધારિત ટ્રાંજેક્શન એક્સેસ પણ છે.


ઉમંગ એપને લોન્ચ કરતી વખતે મોદીએ કહ્યું કે, અમે ઉમંગ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપમાં 100થી વધારે સેવાઓ આપવામાં આવી છે, જે લોકો માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આ સેવાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારોના અલગ-અલગ વિભાગો દ્વારા સંચાલિત કરવામાં આવશે. પાછલા બે દશકોમાં સાઈબર જગતમાં ખુબ જ ફેરફારો થયા છે.



કોઈપણ થર્ડ પાર્ટી એપથી અલગ ઈ-ગવર્નેન્સ સેવાઓની એક્સેસ કરવા માટે ઉમંગ એપ આધાર અને બીજી ઓર્થેટિકેશન મેકેનિઝ્મ જેવા ફોન નંબર અને લોકેશન સપોર્ટ કરે છે. ઉમંગ એપ એન્ડ્રોઈડ 4.4 અને તેના ઉપરના એન્ડ્રોઈડ વર્જન અને આઈઓએસ 8.0 અને ત્યાર બાદના વર્ઝનને સપોર્ટ કરે છે. તે ઉપરાંત, તમે તમારા નંબર પર એપ ડાઉનલોડ લિંક માટે 9718397183 પર મિસ્ડ કોલ પણ આપી શકો છે.


ઉમંગ એપને ડાઉનલોડ કર્યા બાદ તમારે આમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આમાં તમારે સૌથી પહેલા તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવું પડશે. ત્યાર બાદ એક ઓટીપી આવશે. આ ઓટીપી નાંખ્યા બાદ તમે તમારૂ એકાઉન્ટ બનાવી શકો છો.


First published:

Tags: Pm narendra modi launch umang app, Umang app, પીઅેમ નરેન્દ્ર મોદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन