PM મોદીનો નવો પ્લાન 2 કરોડ પરિવારોને મળશે ઘર!

પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશ હવે વિકાસ માટે બહુ રાહ જોઈ શકે તેમ નથી. આપણે પ્રગતિ જોઈએ છે પરંતુ તે ધીરે-ધીરે નહીં. આપણે ઊંચી છલાંગ લગાવવી પડશે.

News18 Gujarati
Updated: August 16, 2019, 4:57 PM IST
PM મોદીનો નવો પ્લાન 2 કરોડ પરિવારોને મળશે ઘર!
પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશ હવે વિકાસ માટે બહુ રાહ જોઈ શકે તેમ નથી. આપણે પ્રગતિ જોઈએ છે પરંતુ તે ધીરે-ધીરે નહીં. આપણે ઊંચી છલાંગ લગાવવી પડશે.
News18 Gujarati
Updated: August 16, 2019, 4:57 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022 સુધી દેશના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા માટે અને લોકોના જીવન-સ્તરમાં સુધારાના ઈરાદે આધુનિક સુવિધાઓવાળા વેલનેસ સેન્ટરની સાથે સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવા, દરેક ત્રણ લોકસભા વચ્ચે મેડિકલ કોલેજ બનાવવા તથા બે કરોડથી વધારે ગરીબ અને બેઘર પરિવારો માટે મકાન બનાવવા જેવા મહત્વપૂર્ણ લક્ષ્ય નક્કી કર્યા છે. સ્વતંત્રતા દિવસ સમારોહના અવસરે લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધ કરતા પીએમ મોદીએ કહ્યું કે, અગામી દિવસોમાં ગામમાં દોઢ લાખ વેલનેસ સેન્ટર અને સ્વાસ્થ્ય કેન્દ્ર, દર ત્રણ લોકસભા વચ્ચે એક મેડિકલ કોલેજ, બે કરોડથી વધારે ગરીબ લોકો માટે ઘર બનાવવાના છે. સાથે અમારે 15 કરોડ ઘરમાં પીવાનુ પાણી પહોંચાડવાનું છે.

50 હજારથી વધારે નવા સ્ટાર્ટઅપ તૈયાર થશે
અન્ય લક્ષ્યોની ચર્ચા કરતા તેમણે કહ્યું કે, સવા લાખ કિમી ગ્રામીણ સડક બનાવવાની છે. દરેક ગામમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડવાના છે, 50 હજારથી વધારે નવા સ્ટાર્ટઅપ વિસ્તારવાના છે. તેના માટે આઝાદીના 75 વર્ષ ખુબ મોટી પ્રેરણા છે.

આ છે મોદીનો વિકાસ પ્લાન?
લોકોના જીવનને સરળ બનાવવા પર જોર આપતા તેમણે એ પણ કહ્યું કે, આપણે એવુ પરિવેશ બનાવવુ પડશે, જેમાં રોજબરોજની જિંદગીમાં સરકારોનું સામાન્ય નાગરિકના જીવનમાં દખલ ઓછુ થાય અને લોકો માટે પોતાની જિંદગીનો નિર્ણય કરવા અને આગળ વધવા માટે તમામ રસ્તા ખુલ્લા હોય. તેના પર સરાકરનું દબાણ ન હોય, પરંતુ મુસીબતના સમયે સરકારનો અભાવ પણ ન દેખાય.

વિકાસના પોતાના નજરીયાને સ્પષ્ટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશ હવે વિકાસ માટે બહુ રાહ જોઈ શકે તેમ નથી. આપણે પ્રગતિ જોઈએ છે પરંતુ તે ધીરે-ધીરે નહીં. આપણે ઊંચી છલાંગ લગાવવી પડશે. તેમણે કહ્યું કે, ભારતને વૈશ્વિક માનકોની બરાબર લાવવા માટે આપણે આધુનિક બુનિયાદી પાયો તૈયાર કરવો પડશે. તેના માટે અમે 100 લાખ રૂપિયા રોકાણ કરીશુ. તેનાથી રોજગાર પણ વધશે અને જીવનમાં નવી વ્યવસ્થાઓ વિકસીત થશે.
First published: August 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...