Home /News /business /

PM મોદી આજે કરશે AI RAISE 2020નું ઉદ્ઘાટન, રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પણ રહેશે ઉપસ્થિત

PM મોદી આજે કરશે AI RAISE 2020નું ઉદ્ઘાટન, રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પણ રહેશે ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર 5 દિવસના ગ્લોબલ વર્ચ્યૂઅલ સમિટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર 5 દિવસના ગ્લોબલ વર્ચ્યૂઅલ સમિટનું ઉદ્ઘાટન કરશે

  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર પાંચ દિવસના ગ્લોબલ વર્ચ્યૂઅલ સમિટ (Global AI Summit RAISE 2020)નું ઉદ્ઘાટન કરશે. ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ’ કે RAISE 2020નું આયોજન ઉદ્યોગ અને શિક્ષણ વિભાગના પાર્ટનરશિપ સાથે કરવમામાં આવી રહ્યું છે. આ સમિટનું લક્ષ્ય સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રોમાં પરિવર્તન લાવવાનું છે. સમિટમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) પણ ઉપસ્થિત રહેશે. સમિટની શરૂઆત આજે સાંજે 7 વાગ્યે થશે.

  નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે આ જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે ભારતે જૂનમાં ઓસ્ટ્રેલિયા, યૂએસ, યૂકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોની સાથે મળી એઆઈના જવાબદાર વિકાસ અને ઉપયોગ માટે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (GPAI) બનાવવા માટે હાથ મિલાવ્યા હતા. અમિતાભ કાંતે જણાવ્યું કે, અમને પૂરો વિશ્વાસ છે કે એઆઇ જીવનને બદલવામાં મદદરૂપ સાબિત થશે. સામાજિક સશક્તિકરણ માટે ભારત સ્વાસ્થ્ય, શિક્ષણ, આર્થિક, ખેતી અને શાસનમાં એઆઇ આધારિત ઉપાયોને તૈયાર કરી રહ્યું છે. પોતાના ડેટા અને ઇનોવેશન સ્કિલના બળ પર ભારત દુનિયાની એઆઈ લૅબ બની શકે છે.

  >> વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દૂરસંચાર અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણી અને આઇબીએમના સીઇઓ અરવિંદ કૃષ્ણની સાથે મુખ્ય સ્પીચ આપશે.

  >> RAISE 2020નું આયોજન અન્ય ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સેવા, કૃષિ, શિક્ષણ અને સ્માર્ટ ગતિશીલતા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સામાજિક સશક્તિકરણ, સમાવેશન, અને પરિવર્તન માટે એઆઇનો ઉપયોગ કરવા માટે વિચારોનું આદાન-પ્રદાન કરવા અને એક પાઠ્યક્રમને પૂરો કરવા માટે કરવામાં: આવી રહ્યું છે.

  >> સમિટનો ઉદ્દેશ્ય સાર્વજનિક પાયાના માળખામાં એઆઈ પર ચર્ચાને પ્રોત્સાહિત કરવા, સામાજિક સશક્તિકરણ, પરિવર્તન અને સમાજને સામેલ કરવા માટે જવાબદાર એઆઇનું નિર્માણ કરવાનું છે.

  >> અત્યાર સુધી શિક્ષણવિદોના 38,700થી વધુ હિતધારકો, 125 દેશોના અનુસંધાન ઉદ્યોગ અને સરકારોના પ્રતિનિધિઓએ શિખર સંમેલન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

  >> ઉદ્યોગના વિશ્લેષણોએ અનુમાન લગાવ્યું કે શિખર સંમેલન 2035 સુધી ભારતની અર્થવ્યવસ્થામાં 957 બિલિયન ડૉલરથી વધુ રકમને જોડશે.


  આ છે સમગ્ર શેડ્યૂલ

  >> સાંજે 7.00થી 7.05- નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતની વેલકમ નોટ
  >>7.05થી 7.07- RAISE 2020 ફિલ્મ દર્શાવવામાં આવશે
  >>7.07થી 7.15- આઇબીએમના સીઇઓ અરવિંદ કૃષ્ણની સ્પીચ
  >>7.15થી 7.23- રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની સ્પીચ
  >>7.23થી 7.32- પ્રોફેસર રાજ રેડ્ડીની સ્પીચ
  >>7.32થી 7.45- રવિશંકર પ્રસાદનું ભાષણ
  >> 7.45થી 8:20- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ
  >> 8:20થી 8:25- અજય શૉન દ્વારા વોટ ઓફ થેન્સ્ણ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Niti Aayog, ઉદ્યોગ, નરેન્દ્ર મોદી, ભારત, મુકેશ અંબાણી, શિક્ષણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन