PM મોદીને મળેલી ગિફ્ટની હરાજી શરૂ, જાણો - કિંમત અને ખરીદી કરવાની પ્રોસેસ!

News18 Gujarati
Updated: January 28, 2019, 7:30 AM IST
PM મોદીને મળેલી ગિફ્ટની હરાજી શરૂ, જાણો - કિંમત અને ખરીદી કરવાની પ્રોસેસ!
હરાજીમાં રાધા-કૃષ્ણની પણ એક મૂર્તી છે, જેના પર સોનુ ચડાવેલું છે. તેની આધાર કિંમત 20000 રૂપિયા રાખવામાં આવી છે.

હરાજીમાં રાધા-કૃષ્ણની પણ એક મૂર્તી છે, જેના પર સોનુ ચડાવેલું છે. તેની આધાર કિંમત 20000 રૂપિયા રાખવામાં આવી છે.

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેંટમાં આપવામાં આવેલા સ્મૃતિ ચિહ્નની હરાજી કરવાની પ્રક્રિયા રવિવારે શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય (એનજીએમએ), દિલ્હીમાં આયોજીત હરાજીમાં પ્રાપ્ત ધનરાશીનો ઉપયોગ સરકારની મહત્વપૂર્ણ નમામી ગંગે પરિયોજના માટે થશે. એનજીએમએમાં હરાજી 27 અને 28 જાન્યુઆરી બપોરે 12 કલાકથી શરૂ થઈ છે.

100 રૂપિયાથી શરૂઆત
ઉપહારની ઈ-હરાજી માટે એક ખાસ વેબસાઈટ (http://pmmementos.gov.in) શરૂ કરવામાં આવી છે. આ વેબસાઈટ પર ઉપહારનું લીસ્ટ પણ છે. સ્મૃતિ ચિહ્નની કિંમત 100 રૂપિયાથી લઈ 30000 રૂપિયા વચ્ચે છે. કિંમત જાણવા માટે તમે વેબસાઈટ પર સર્ચ કરી શકો છો. પીત્તળ, ચીની માટી, કપડા, કાંચ, સોનું, ધાતુની સામગ્રી વગેરેના આધાર પર ઉપહારોની શ્રેણી બનાવવામાં આવી છે. ઈ-નીલામી 29 થી 31 જાન્યુઆરી સુધી હશે.

દરેક સામગ્રીનો આકાર, ભારનું વિવરણ પણ છે. પ્રધાનમંત્રીને કોણે તે ઉપહાર આપ્યો, તે વિશે પણ બતાવવામાં આવ્યું છે. હરાજીમાં રાધા-કૃષ્ણની પણ એક મૂર્તી છે, જેના પર સોનુ ચડાવેલું છે. તેની આધાર કિંમત 20000 રૂપિયા રાખવામાં આવી છે. સુરતમાં માંડવી નગર પાલિકાએ 4.76 કિલોગ્રામની આ મૂર્તી પ્રધાનમંત્રીને ભેંટ આપવામાં આવી હતી.

આ લીસ્ટમાં સૌથી મોંઘા સ્મૃતિ ચિહ્નમાં 2.22 કિલોગ્રામની એક સિલ્વર પ્લેટ પણ છે, જેની કિંમત 3000 રૂપિયા છે. બીજેપીના પૂર્વ સાંસદ સી નરસિમ્હાએ પ્રધાનમંત્રીને આ ઉપહાર આપ્યો હતો. સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ પૂર્વમાં કહ્યું હતું કે, દેશ અને વિદેશમાં પ્રધાનમંત્રીને મળેલા 1900 ઉપહારને હરાજીમાં રાખવામાં આવશે.
First published: January 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading