રવિવારે પીએમ મોદી લૉન્ચ કરશે આ ખાસ યોજના, ગામના લોકોને હવે નહીં પડે પૈસાની તંગી!

News18 Gujarati
Updated: October 9, 2020, 4:53 PM IST
રવિવારે પીએમ મોદી લૉન્ચ કરશે આ ખાસ યોજના, ગામના લોકોને હવે નહીં પડે પૈસાની તંગી!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

SVAMITVA Scheme: પીએમ મોદી રવિવારે સ્વામિત્વ યોજના લૉન્ચ કરશે. જાણો આ યોજના વિષે.

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સ્વામિત્વ યોજનાને લોન્ચ કરશે. આ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ્સથી ભૌતિક રૂપે વહેંચી શકાશે. પીએમ મોદીઆ સ્કીમને વીડિયો કોન્ફેંસિંગથી લોન્ચ કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલયે શુક્રવારે તેને ગ્રામીણ ભારત માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. આ યોજના લોન્ચ થવાથી ગ્રામીણ ક્ષેત્રના લોકો કોઇ પણ પ્રકારના લોન કે નાણાંકીય લાભ લેવા માટે ફાઇનેંશિયલ એસેટ તરીકે પોતાની પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકશે.

વડાપ્રધાન મંત્રાલય જણાવ્યું કે આ યોજનાના લોન્ચ દરમિયાન 1 લાખ પ્રોપર્ટી હોલ્ડર્સને મોબાઇલ પર લિંક મોકલવામાં આવશે. આ લિંકની મદદથી તે પોતાના પ્રોપર્ટી કાર્ડને ડાઉનલોડ કરી શકશે. આ પછી રાજ્ય સરકાર તરફથી ફિઝિકલ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. 6 રાજ્યોના 763 ગામાના લાભાર્થીઓ માટે આ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44 અને ઉત્તરાખંડના 50 તથા કર્ણાટકના બે ગામ સામેલ છે.

મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોના લોકોને પણ આ યોજનાની લોન્ચના એક દિવસ પછી ફિઝિકલ પ્રોપર્ટીના કાર્ડ સોંપવામાં આવશે. મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી કાર્ડ પર નોમિનલ કોસ્ટ વસૂલવાનો પ્રવાધાન છે. આમ મહારાષ્ટ્રના લોકોને એક મહિનાની અંદર પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે. પીએમઓ કહ્યું આવું પહેલીવાર નથી થઇ રહ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રોપર્ટી માલિકો નવી ટેકનોલોજીની મદદથી આટલા મોટો સ્તર પર લાભ મળે.

વધુ વાંચો : વાયુસેનાની તાકાતમાં થયો વધારો, એન્ટી-રેડિએશન મિસાઇલ 'રુદ્રમ'નું થયું સફળ ટેસ્ટિંગ

આ યોજના લોન્ચ થતા જ પીએમ મોદી લાર્ભાર્થીઓને વીડિયો કોન્ફેરેંસિંગથી વાત કરશે. પંચાયતી રાજ સ્કીમની અંદર જ SVAMITVA યોજનાને લોન્ચ કરવામાં આવશે.
પંચાયતી રાજ સ્ક્રીમને પીએમ મોદીએ 24 એપ્રિલને લોન્ચ કરી હતી. આ સ્કીમ વર્ષ 2020થી 2024 વચ્ચે ચરણબદ્ધ રીતે લોન્ચ કરવામાં આવશે. અને તેમાં 6.62 લાખ ગામના લોકોને જોડવામાં આવશે.
Published by: Chaitali Shukla
First published: October 9, 2020, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading