PM મોદીએ કેમ કહ્યું, નાનો પરિવાર રાખવો પણ દેશભક્તિ

ભારતની વધતી વધતી આબાદીના કારણે ગરીબી વધી રહી છે. દેશની ઉપર બેરોજગારીનો બોઝ વધી રહ્યો છે.

News18 Gujarati
Updated: August 15, 2019, 4:31 PM IST
PM મોદીએ કેમ કહ્યું, નાનો પરિવાર રાખવો પણ દેશભક્તિ
ભારતની વધતી વધતી આબાદીના કારણે ગરીબી વધી રહી છે. દેશની ઉપર બેરોજગારીનો બોઝ વધી રહ્યો છે.
News18 Gujarati
Updated: August 15, 2019, 4:31 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસના અવસરે દેશની પ્રજાને સંબોધિત કરતા દેશની વધતીજતી જનસંખ્યા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ઝડપથી વધતી જતી જનસંખ્યા પર હવે અગામી પેઢીએ વિચારવું પડશે. સિમિત પરિવારથી ન માત્ર પોતાનું પરંતુ દેશનું પણ ભલુ થશે.

પીએમ મોદીએ કહ્યું કે, નાના પરિવારનું મહત્વ સમજી રહ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે, તેમને સન્માનિત કરવાની જરૂરત છે. નાનો પરિવાર રાખનારા દેશભક્ત જેવા જ છે. પીએમ મોદીએ કહ્યું કે, કોઈ પણ આવનાર બાળક પહેલા એ વિચારો કે, શું તમે તેના માટે તૈયાર છો. બાળકની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે તૈયાર છીએ.

ભારતમાં વધતી જનસંખ્યા એક મોટી સમસ્યા છે. દેશના વિકાસની રાહમાં આ સૌથી મોટી રૂકાવટનું કામ કરે છે. જે ઝડપથી આપણા દેશની જનસંખ્યા વધી રહી છે, તેટલી ઝડપથી સંશાધનોનો વિકાસ નથી થયો.

1951માં આબાદી 36 કરોડ હતી, જે હવે...

આઝાદી બાદ દેશમાં સૌથી પહેલી વખત જનસંખ્યા જનગણના 1951માં થઈ હતી. 1951માં જનગણનામાં જમ્મુ-કાશ્મીરની આબાદી સામેલ નહોતી કરવામાં આવી. 1951માં દેશની આબાદી 36 કરોડ હતી. તે સમયે માત્ર 18 ટકા લોકો સાક્ષર હતા. જ્યારે લોકોની એવરેજ ઉંમર 32 વર્ષ હતી.


2001માં દેશની આબાદી 102 કરોડ. ત્યારબાદ 2011માં જનગણના થઈ ત્યારે દેશની આબાદી વધીને 121 કરોડ થઈ ગઈ છે. એક અનુમાન અનુસાર, હાલાં દેશની આબાદી 133 કરોડની આસપાસ હશે.

જનસંખ્યા વૃદ્ધિની આ રફ્તાર ચાલુ રહી તો, આપણે અગામી બે વર્ષમાં ચીનને પણ પછાડી દઈશુ. ગત વર્ષોમાં ચીને પોતાની જનસંખ્યા નિયંત્રિત કરી છે અને આ લગભગ 140 કરોડ આસપાસ બની રહી છે.

અર્થવ્યવસ્થા માટે કેમ ચિંતાજનક છે વધતી આબાદી

એક આંકડા અનુસાર, ભારતની 35 ટકા આબાદી 14 વર્ષની નાની ઉંમરની છે. આ પૂરી આબાદી બીજા લોકો પર નિર્ભર છે. દેશની અર્થવ્યવસ્થામાં તેમનું કોઈ યોગદાન નથી. આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો, તેમને અનપ્રોડક્ટિવિટી કન્ઝ્યુમર કહેવામાં આવે છે. તેમના કારણે અર્થવ્યવસ્થાની ગતિ પ્રભાવિત થાય છે.



પ્રતિ વ્યક્તિ આવક પર પડે છે વિપરીત અસર
વધતી આબાદીની અસર પ્રતિ વ્યક્તિ આવક પર પડે છે. 1950-51 અને 1980-81માં ભારતની આબાદી 3.6 ટકાના હિસાબે વધી રહી હતી. જ્યારે તે સમયે પ્રતિ વ્યક્તિની આવકમાં વાર્ષિક 1 ટકા વધારો થઈ રહ્યો હતો. આર્થિક દ્રષ્ટીથી ભારતની આબાદી 2.5 ટકાના દરથી વધારે વધી રહી હતી.

વધતી આબાદીના કારણે ખાદ્યાન્નનું સંકટ પેદા થઈ શકે છે. ખાદ્યાન્નની અછતની સીધી અસર લોકોની પ્રોડક્ટિવિટી પર પડે છે. વધતી આબાદી બેરોજગારીનું સંકટ પેદા કરે છે. આટલી મોટી આબાદી માટે રોજગાર પેદા કરવું સરળ નથી.

ભારતમાં વધતી આબાદીના કારણે લોકોના રહેવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. વધતી આબાદી લો સ્ટાન્ડર્ડ જીવન જીવવા મજબૂર કરે છે.

ભારતની વધતી વધતી આબાદીના કારણે ગરીબી વધી રહી છે. દેશની ઉપર બેરોજગારીનો બોઝ વધી રહ્યો છે. આના કારણે સમાજિક સમસ્યા વધી છે. જમીન પર બોઝ વધ્યો છે.
First published: August 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...