PM મોદીએ જાહેર કર્યો 150 રૂપિયાનો સિક્કો, જાણો - કેવી રીતે અને ક્યાંથી મળશે

સ્મારક સિક્કા સામાન્ય સિક્કાની જેવા જ હોય છે. પરંતુ, તેની કિંમત ચલણમાં રહેલા સિક્કાથી ખુબ વધારે હોય છે.

News18 Gujarati
Updated: October 3, 2019, 3:44 PM IST
PM મોદીએ જાહેર કર્યો 150 રૂપિયાનો સિક્કો, જાણો - કેવી રીતે અને ક્યાંથી મળશે
સ્મારક સિક્કા સામાન્ય સિક્કાની જેવા જ હોય છે. પરંતુ, તેની કિંમત ચલણમાં રહેલા સિક્કાથી ખુબ વધારે હોય છે.
News18 Gujarati
Updated: October 3, 2019, 3:44 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત દિવસ 2019ના અવસર પર 150 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો હતો. આ એક સ્મારક સિક્કો છે, જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના અવસર પર જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા પીએમ મોદીએ 24 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાયીના ચિત્રવાળો 100 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા પૉર્ટ બ્લૅયરમાં પહેલી વખત તિરંગો ફરકાવવાની 75મી વર્ષગાંઠ પર 75 રૂપિયાનો સિક્કો જાહેર કરવામાં આવ્યો હતો.

શું હોય છે સ્મારક સિક્કો - સ્મારક સિક્કા સામાન્ય સિક્કાની જેવા જ હોય છે. પરંતુ, તેની કિંમત ચલણમાં રહેલા સિક્કાથી વધારે હોય છે.

- તેની વેલ્યૂ સામાન્ય સિક્કાથી વધારે હોય છે. સિક્કા ભેગા કરનાર અથવા સામાન્ય લોકો આ સિક્કાને રિઝર્વ બૅન્ક પાસેથી નક્કી કરેલી રકમ આપી ખરીદી શકે છે.

- અટલ બિહારી બાજપાયીના નામથી જાહેર 100 રૂપિયાના સ્મારક સિક્કાની પ્રીમિયમ પ્રાઈઝ લગભગ 3.5 હજાર રૂપિયા રાખવામાં આવી છે. એટલે કે, આ સિક્કો ખરીદવા માટે તમારે આટલા ખર્ચવા પડશે. જેથી આ સિક્કા સામાન્ય ચલણમાં નથી હોતા.



- આ પહેલા 24 ડિસેમ્બર, 2018માં અટલજીના જન્મ દિવસે તેમની યાદમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કરવામાં આવ્યો હતો. જેનો ઈરાદો અટલજીને શ્રદ્ધાંજલી આપવાનો હતો.
Loading...

- જ્યારે 1964માં દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના સન્માનમાં એક સ્મારક સિકેકો જાહેર કરવામાં આવ્યો હતો.

- કેવી રીતે મળશે આ સિક્કો - જો કોઈએ આ સિક્કો જોઈએ તો, તેનું એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે. આરબીઆઈના મુંબઈ અને કોલકાતા સ્થિત ભારત સરકાર મિંટ ઓફિસ સ્પેશ્યલ એડિશન સિક્કા અને સ્મારક સિક્કા જાહેર કરે છે.

- આ ભારતીય પ્રતિભૂતિ મુદ્રણ તથા મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડ અંતર્ગત આવે છે. આ સિક્કા મેળવવા માટે નિગમની વેબસાઈટ પર અરજી કરવાની હોય છે. માત્ર રજિસ્ટર્ડ ગ્રાહક જ સ્મારક સિક્કા માટે અરજી કરી શકે છે. આરબીઆઈની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કોઈ પણ કરાવી શકે છે.
First published: October 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...