રાહુલ અને મોદીને લઈ આયકર વિભાગે કર્યો ચોંકાવનારો ખુલાસો

રાહુલ અને મોદીને લઈ આયકર વિભાગે કર્યો ચોંકાવનારો ખુલાસો
સોનિયા ગાંધીને 2001-2002થી અત્યાર સુધીમાં પાંચ વખત આયકર રિફંડ મળ્યું છે.

સોનિયા ગાંધીને 2001-2002થી અત્યાર સુધીમાં પાંચ વખત આયકર રિફંડ મળ્યું છે.

 • Share this:
  હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને લઈ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસરા, મોદીએ 18 વર્ષમાં પાંચ વખત ટેક્સ રિફંડ, જ્યારે રાહુલ ગાંધીને આટલા જ સમયમાં 6 વખત ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે. જ્યારે નાણાંકીય વર્ષ 2015-16 અને 2012-13માં આુટસ્ટેન્ડિંગ ડિમાંડને લઈ મોદીને મળતું રિફંડ સમ્મિલિત કરી દેવામાં આવ્યું. આવું જ રાહુલ ગાંધી સાથે 2011-12માં થયું હતું.

  ત્યારે સોનિયા ગાંધીને 2001-2002થી અત્યાર સુધીમાં પાંચ વખત આયકર રિફંડ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોતાના નામાંકન પત્રમાં આપેલી જાણકારીમાં આપેલા પાન નંબરના આધારે આ જાણકારી આયકર વિભાગના રિફંડ સ્ટેટસ સર્વિસમાંથી નીકાળવામાં આવી છે. જ્યારે આ સંબંધમાં અમિત શાહની જાણકારી નીકાળવામાં આવી તો સામે આવ્યું કે, 2015-2016માં તેમને મળતા ટેક્સ રિફંડ આઉટસ્ટેન્ડિંગના ચાલતા સમ્મિલિત કરી દેવામાં આવ્યું. આ સિવાય ગત 18 વર્ષોમાં તેમને કોઈ પણ પ્રકારનું રિફંડ મળવાની કોઈ જાણકારી નથી.  રાહુલ અને મોદીની આવક વધી, સોનિયાની ઘટી
  આયકર વિભાગમાં રાહુલ ગાંધી અને આપેલા પાન અનુસાર, તેમની 2017-18માં વાર્ષિક આવક 1.11 કરોડ રૂપિયા હતા. જ્યારે રાહુલ ગાંધીની 2013-14માં આવક 1.03 કરોડ રૂપિયા હતા. તો પ્રધાનમંત્રી મોદીની 2017-18માં આવક 19.92 લાખ રૂપિયા વાર્ષિક બતાવવામાં આવી છે, જે 2013-14માં 9.69 લાખ રૂપિયા હતા. સોનિયા ગાંધીની આવક જોવામાં આવે તો, 2013-14માં તેમની આવક 14.6 લાખ રૂપિયા હતા, જે 2018-19માં 9.6 રૂપિયા રહી ગઈ.
  First published:April 28, 2019, 21:55 pm

  टॉप स्टोरीज