Make For Worldની જાહેરાતને લાગુ કરવાની તૈયારીમાં મોદી સરકાર, આ ક્ષેત્ર મળી શકે છે ઇન્સેટિવ સ્કીમ : સૂત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મોદીએ કહ્યું હતું કે ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 18 ટકાનો વધારો થયો છે

  • Share this:
    Make For World અંગે પીએમ મોદીની જાહેરાતને લાગુ કરવા માટે સરકારે White Goods, Auto Ancillary અને કેપિટલ ગુડ્સ સમેત 4-5 સેક્ટર માટે ઇન્સેન્ટિવ સ્ક્રીમ લાવી શકે છે. CNBC આવાઝના સુત્રોથી મળેલી એક્સક્લૂઝિવ જાણકારી મુજબ નીતી આયોગના આ મુદ્દા પર PMOને પ્રેજેન્ટેશન આપ્યું છે. આ માટે પ્રસ્તાવિત સ્ક્રીમ હેછળ જેટલુ ઉત્પાદન વધશે તેટલું ઇન્સેટિંવ મળશે.

    આ સ્કીમમાં White Goods, Auto Ancillary, Capital Goods જોડવામાં આવશે. આ યોજના હેઠળ પ્રોડક્શન લિંક્ડ ઇંસેન્ટિવ સ્કીમનો દાયરો વધારવામાં આવશે. ઓછામાં ઓછું 5 વર્ષ માટે 4 થી 6 ટકા સુધી ઇન્સેટિવ મળી શકે છે. સુત્રોના હવાલેથી મળેલી જાણકારી મુજબ રિયાયત આપવા માટે નવી સ્કીમ લાગુ કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

    વધુ વાંચો :  વૈષ્ણો દેવી મંદિર પરિસરના 3 પૂજારી સમેત 22 લોકો થયા કોરોના ગ્રસ્ત, રવિવારે જ ખુલ્યા હતા માતાના દ્વાર

    ઉલ્લેખનીય છે કે આ વખતે ભારતના 74માં સ્વતંત્રતા દિવસ પર લાલકિલ્લાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Make For Worldનો એક નવો નારો આપ્યો હતો. 15 ઓગસ્ટના આ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાની સાથે મેક ફોર વર્લ્ડનો નારો પણ જોડ્યો હતો. અને ભારતની આર્થિક નીતિઓમાં સુધાર લાવવાના માળખાગત આધારના વિકાસની સાથે વિશ્વ આર્પૂર્તિ શૃંખલામાં ઉત્પાદના એક પ્રમુખ કેન્દ્રની રીતે રજૂ કરવાનો સંકલ્પ મૂક્યો હતો.

    મોદીએ કહ્યું હતું કે ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 18 ટકાનો વધારો થયો છે. આજે વિશ્વની મોટી મોટી કંપનીઓ ભારત તરફ જોઇ રહી છે. ભારત પોતાની 130 કરોડની જનતાના સમર્થન માટે મેક ફોર વર્લ્ડની દિશામાં પ્રગતિ કરવાનું સામર્થ્ય રાખે છે.
    Published by:Chaitali Shukla
    First published: