Home /News /business /4G vs 5G: ઇન્ટરનેટથી લઈને ડાઉનલોડ સ્પીડ સુધી 4G કરતાં અનેકગણું ઝડપી હશે 5G નેટવર્ક, જાણો ફાયદા

4G vs 5G: ઇન્ટરનેટથી લઈને ડાઉનલોડ સ્પીડ સુધી 4G કરતાં અનેકગણું ઝડપી હશે 5G નેટવર્ક, જાણો ફાયદા

ફાઇલ તસવીર

4G vs 5G: PM મોદી 1 ઓક્ટોબરે એટલે કે આજે દેશમાં 5G સર્વિસ લોન્ચ કરવાના છે. આ સાથે જ તેઓ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસની છઠ્ઠી આવૃત્તિનું લોન્ચિંગ પણ કરવાના છે. 4G અને 5G એકબીજા કરતાં કેવી રીતે અલગ છે આવો જાણીએ...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5G સર્વિસ લોન્ચ કરશે. આ સાથે જ તેઓ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ પણ લોન્ચ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, હાલ અમુક શહેરમાં જ 5જી નેટવર્ક લોન્ચ કરવામાં આવશે. જો કે, 2023 સુધીમાં દેશના મોટાભાગના શહેરોમાં 5જી નેટવર્ક શરૂ કરી દેવામાં આવશે.

5G સર્વિસ શું છે?


5જી નેટવર્ક નેક્સ્ટ જનરેશનનું મોબાઇલ નેટવર્ક છે. આ એક નવી વૈશ્વિક વાયરલેસ પ્રણાલી છે. જે મુખ્યત્વે ત્રણ બેન્ડમાં કામ કરે છે. 5જીને લીધે મોબઇલ સેવા વધુ સારી બની જશે. 4જી કરતાં 5જી ઇન્ટરનેટની સ્પીડ ઘણી વધી જશે. હાલ ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, બ્રિટન, સ્પેન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરબ, ઇટાલી, ફ્રાન્સ, થાઇલેન્ડ અને સ્વીડનમાં 5જી સર્વિસ પહેલેથી જ છે.

આ પણ વાંચોઃ મોદી 5G સર્વિસ સાથે ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ લોન્ચ કરશે

5G સ્પેક્ટ્રમ માટે પાણીની જેમ પૈસા વાપર્યા


ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના વિશેષજ્ઞોનું માનવું છે કે, 5G સર્વિસના ટેરિફને 4Gની લગોલગ લાવવા માટે પહેલેથી શરૂઆતમાં 10-15 ટકાના પ્રીમિયમ પર રજૂ કરવામાં આવશે. જો કે, 5G સ્પેક્ટ્રમના ઓક્શનમાં ટેલિકોમ કંપનીઓએ પાણીની જેમ પૈસો વાપર્યો છે. તેવામાં તેની ભરપાઈ લોકોના ખિસ્સામાંથી જ કરવામાં આવશે તે સ્વાભાવિક છે. કોમ્પિટિશનને ધ્યાનમાં રાખી કંપનીઓ 5Gની શરૂઆતમાં પ્લાનની કિંમત ભલે ઓછી રાખે પણ આગળ જતાં વધારી શકે છે.

5G અને 4Gનો તફાવત


4G5G
ઇન્ટરનેટ સ્પીડ100 MBPS10 GBPS (10000 MBPS)
એરિયા કવરેજ1 વર્ગ કિમી એરિયામાં 4 હજાર ડિવાઇસ કનેક્ટ કરી શકે1 વર્ગ કિલોમીટર એરિયામાં 10 લાખ ડિવાઇસ કનેક્ટ કરી શકે
ડેટા ટ્રાન્સફર સ્પીડ200 MBPS1 GBPS
સરેરાશ સ્પીડ25 MBPS400 MBPS
ડાઉનલોડ સ્પીડ100 MBPS20 GBPS
લેટેન્સી (મેસેજ સેન્ડ કર્યા પછી રિસિવ થવાનો સમય)60-98 મિલિ સેકન્ડ5 મિલિ સેકન્ડ


5G શરૂ થવાથી થનારા ફાયદા


- 5G સર્વિસ શરૂ થયા પછી ઓટોમેશનનો એક નવો જમાનો શરૂ થશે. મતલબ અત્યાર સુધીમાં જે વસ્તુઓ શહેરો સુધી સીમિત છે, તે હવે ગામડાંઓ સુધી પહોંચશે.
- 5G સર્વિસ લોન્ચ થયા પછી દેશમાં ડિજિટલ ક્રાંતિ આવશે. રોબોટિક્સ ટેક્નિકનો વિકાસ થશે. દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળશે. આ સાથે જ ઇ-ગવર્નેન્સનું વિસ્તરણ થશે.
- કોરોના પછી જે રીતે ઇન્ટરનેટ પર લોકોની નિર્ભરતા વધી છે, તેને જોતાં 5G દરેક લોકોના જીવનને વધુ સારું અને સરળ બનાવશે.
- 5G ટેક્નોલોજીથી આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ, હેલ્થ કેર, વર્ચ્યુઅલ રિઆલિટી, ક્લાઉડ ગેમિંગ માટેના નવા રસ્તા ખૂલશે. 5G નેટવર્ક પર મશીન પણ એકબીજા સાથે વાતચીત કરી શકશે.
- વીડિયા બફરિંગ વગર અથવા સ્ટ્રીમ કરી જોઈ શકાશે. ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વીડિયો કોલમાં અવાજ ચોંટશે નહીં અને ચોખ્ખો આવશે.
- 5G નેટવર્ક 2જીબીની ફિલ્મને 10થી 20 સેકન્ડમાં જ ડાઉનલોડ કરી આપશે. વર્ચ્યુઅલ રિઆલિટી અને ફેક્ટરીમાં રોબોટનો ઉપયોગ કરવો વધુ સરળ બનશે. ખેતરોની રખેવાળી કરવા માટે ડ્રોન પણ વાપરી શકાશે.
First published:

Tags: 5G, 5G in India, What is 5g

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો