એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટની વીજળીથી દોડશે દિલ્હી મેટ્રો, જાણો તેની 10 ખાસ વાતો

News18 Gujarati
Updated: July 10, 2020, 1:55 PM IST
એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટની વીજળીથી દોડશે દિલ્હી મેટ્રો, જાણો તેની 10 ખાસ વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્લાન્ટથી આપણે દુનિયાના ટૉપ-5 દેશોમાં સામેલ થઈ ગયા છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્લાન્ટથી આપણે દુનિયાના ટૉપ-5 દેશોમાં સામેલ થઈ ગયા છીએ

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે (10 July 2020) મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના રીવા (Reva)માં 750 મેગાવોટની સોલર પરિયોજનાને રાષ્ટ્રને સમર્પિત કરી. પીએમ મોદીએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યું. વડાપ્રધાને કહ્યું કે આ પ્લાન્ટથી આપણે દુનિયાના ટૉપ-5 દેશોમાં સામેલ થઈ ગયા છીએ. 21મી સદીનું સૌથી અગત્યનું પગલું છે. અહીં ઉત્પન્ન થનારી વીજળીમાંથી 24 ટકા દિલ્હી મેટ્રોને જ્યારે બાકી 76 ટકા વીજળી મધ્ય પ્રદેશના રાજ્ય વીજળી વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ને મળશે.

નોંધનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં 750 મેગાવોટની ક્ષમતાની સાથે અહીં વીજળી ઉત્પાદન શરૂ થઈ ગયું હતું, પરંતુ વડાપ્રધાન મોદી પાસેથી સમય ન મળવાના કારણે તેનું લોકાર્પણ નહોતું થઈ શક્યું. આ પરિયોજના રીવા અલ્ટ્રા મેગા સોલર લિમિટેડ (Rewa ultra mega solar limited), એમપી ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (MP urja vikas nigam ltd) અને ભારતના સોલર ઉર્જા નિગમનું સંયુક્ત સાહસ છે.

આવો જાણીએ આ પાવર પ્લાન્ટની 10 ખાસ વાતો...

1. આ મધ્યપ્રદેશના રીવામાં તૈયાર થયેલો અને એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ છે. આ પ્લાન્ટની ક્ષમતા 750 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે. આ પ્લાન્ટ રીવાથી 25 કિમી દૂર ગૂઢમાં 1590 એકરમાં ફેલાયેલો છે.

2. તેને ઇનોવેશન અને ઉત્કૃષ્ટતા માટે વર્લ્ડ બેંક ગ્રુપ પ્રસિડન્ટ એવોર્ડ પણ મળ્યો છે. વડા પ્રધાનના પુસ્તક 'અ બુક ઓફ ઇનોવેશન: ન્યૂ બેગિનિંગ્સ'માં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3. આ પ્રોજેક્ટ રીવા અલ્ટ્રા મેગા સોલર લિમિટેડ, એમપી ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું સંયુક્ત સાહસ છે.4. દિલ્હી મેટ્રો આ પ્રોજેક્ટના ગ્રાહકો પૈકીની એક હશે. તે દિલ્હી મેટ્રોને પોતાના કુલ ઉત્પાદનની 24 ટકા વીજળી આપશે જ્યારે બાકી 76 ટકા વીજળી મધ્ય પ્રદેશના રાજ્ય વીજળી વિતરણ કંપનીઓને આપવામાં આવશે.

5. આ પરિયોજનામાં વધુ એક સોલર પાર્કની અંદર સ્થિત 500 હેક્ટર ભૂમિ પર 250-250 મેગાવોટની ત્રણ સોલર એનર્જી યૂનિટ્સ સામેલ છે.

આ પણ વાંચો, માત્ર 10 મિનિટના એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ઠાર મરાયો, 10 પોઇન્ટમાં સમજો ઘટનાક્રમ

6. આ પ્રોજેક્ટથી ઉત્પન્ન થનારી વીજળીનો દર 15 વર્ષ સુધી 0.05 રૂપિયા પ્રતિ યૂનિટના વધારા સાથે પહેલા વર્ષે 2.97 રૂપિયા પ્રતિ યૂનિટ હશે. આ હિસાબથી 25 વર્ષ માટે 3.30 રૂપિયા પ્રતિ યૂનિટના દરથી વીજળી મળશે.

7. આ સોલર પાર્કના વિકાસ માટે RUMSLને 138 કરોડ રૂપિયાની કેન્દ્રીય નાણાકીય મદદ મળી છે.

8. પાર્કના વિકસિત થયા બાદ RUMSLએ પાર્કની અંદર 250 મેગાવોટના ત્રણ યૂનિટ્સના નિર્માણ કરવા માટે રિવર્સ ઓક્શનના માધ્યમથી મહિન્દ્રા રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ, એસીએમઈ જયપુર સોલર પાવર પ્રાઇવેટ લિમિટેડ અને આરિન્સન ક્લીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડને પસંદ કરી હતી.

9.આ પરિયોજનાથી વાર્ષિક લગભગ 15 લાખ ટન કાર્બન ડાઇ ઓકસઇડ જેટલું કાર્બન ઉત્સર્જન ઓછું કરશે.

10. વીજળીની જરૂરિયાત વધતી જઈ રહી છે, એવામાં વીજળીની આત્મનિર્ભરતા ખૂબ જરૂરી છે, ત્યારે જ આત્મનિર્ભર ભારત બની શકે છે. આત્મનિર્ભરતા અને પ્રગતિની વાત કરીએ તો અર્થવયવસ્થાની વાત જરૂર આવે છે. તેથી આ પ્લાન્ટને દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ અગત્યનો માનવામાં આવી રહ્યો છે.
Published by: Mrunal Bhojak
First published: July 10, 2020, 1:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading