રૂપિયાનું અવમૂલ્યન રોકવા માટે પીએમ મોદી ઉઠાવી શકે કે આ ત્રણ મોટા પગલાં!

પીએમ નરેન્દ્ર મોદી, વિત્ત મંત્રી અરુણ જેટલી અને આર્થિક મામલાના સચિવ સાથે મંથન કરવાના છે. જેમાં ગગડી રહેલા રુપિયા અને પેટ્રોલ-ડીઝલની કિંમત મુદ્દે ચર્ચા કરવામાં આવશે

News18 Gujarati
Updated: September 14, 2018, 11:54 PM IST
રૂપિયાનું અવમૂલ્યન રોકવા માટે પીએમ મોદી ઉઠાવી શકે કે આ ત્રણ મોટા પગલાં!
પીએમ નરેન્દ્ર મોદી શનિવારે વિત્ત મંત્રી અરુણ જેટલી અને આર્થિક મામલાના સચિવ સાથે મંથન કરવાના છે (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: September 14, 2018, 11:54 PM IST
પીએમ નરેન્દ્ર મોદી  વિત્ત મંત્રી અરુણ જેટલી અને આર્થિક મામલાના સચિવ સાથે મંથન કરવાના છે. જેમાં ગગડી રહેલા રુપિયા અને પેટ્રોલ-ડીઝલની કિંમત મુદ્દે ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવે છે કે બેઠકમાં આર્થિક સ્થિતિ સુધારવાના ઉપાયો ઉપર પણ ચર્ચા સંભવ છે જેમાં વિત્ત મંત્રાલય રુપિયાની ઘટી રહેલી કિંમત પર પ્રેઝન્ટેશન આપશે. જોકે એક્સપર્ટોનો માનવું છે કે અમેરિકા તરફથી શરૂ થયેલા ટ્રેડ વોર અને દેશના ઇક્વિટી બજારમાંથી વિદેશો દ્વારા નિવેશ કરેલી રકમ પરત લેવાથી ભારતીય રૂપિયા ઉપર દબાણ બનેલું છે.

આ વર્ષની શરૂઆતથી ડોલરના મુકાબલે રૂપિયા અત્યાર સુધી 13 ટકા તુટી ચુક્યો છે. રૂપિયામાં ઘટાડાનું મુખ્ય કારણ ડોલરની મજબુતી છે.

ગગડી રહેલા રૂપિયાને રોકવા માટે આ પગલાં ઉઠાવવામાં આવી શકે છે - સીએનબીસી આવાજના પોલિટિકલ ઇકોનોમિક એડિટર લક્ષ્મણ રોયનું કહેવું છે કે  બેઠકમાં રૂપિયાની ગિરાવટ રોકવા માટે સરકાર આ બાબતો પર વિચાર કરી શકે છે.

1. ઇરાન પાસેથી ક્રુડ ઓઇલની ખરીદદારી અમેરિકી ડોલરમાં ન કરીને ભારતીય રૂપિયામાં કરવામાં આવે. આવા સમયે ડોલરની ડિમાન્ડ ઘટી જશે અને રૂપિયો મજબુત થશે.

2. ડોલરના વિન્ડો ઓછો કરવા માટે વિચાર થઈ શકે છે. મતલબ સ્પષ્ટ છે કે 2013માં ડોલરની ખરીદદારી ફક્ત એસબીઆઈ દ્વારા જ કરવામાં આવતી હતી.

3. ત્રીજા ઓપ્શન તરીકે સરકાર એનઆરઆઈ માટે રૂપિયાના બોન્ડ જારી કરી શકે છે. આવા સમયે એનઆરઆઈ ડોલર વેચીને રૂપિયા ખરીદશે. જેનાથી રૂપિયાને સહારો મળશે.
મોંઘવારીના આંકડાએ આપી રાહત - ક્રુડ અને રૂપિયાના ઝટકા વચ્ચે મોદી સરકારને મોંઘવારીના મોરચે રાહત મળી છે. ઓગસ્ટમાં ખુદરા અને થોક મોંઘવારી બન્નેમાં ઘટાડો થયો છે. ઓગસ્ટમાં ખુદરા મોંધવારી 10 મહિનાના નીચલા સ્તરે 3.69 ટકાએ છે. જ્યારે થોક મોંઘવારી ચાર મહિનાના નીચલા સ્તરે 4.53 ટકાએ છે.

 
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...